રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (13:08 IST)

કાળા ચણા સલાદ

સામગ્રી: • કાળા ચણા: 1 'ગાજર: 2 • કાકડી: 1 • ટામેટા: 2 • લીલા મરચાં: 2 • બારીક સમારેલી કોથમીર: 2 ચમચી • લીંબુનો રસ: 1 ચમચી • મીઠું: સ્વાદ અનુસાર
 
રીતઃ કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. હવે કુકરમાં કાળા ચણાને પાણીની સાથે જરૂર મુજબ થોડું મીઠું નાખો. મધ્યમ તાપ પર 20 મિનિટ સુધી રાંધો. દરમિયાન ગાજર ને છીણી લો. કાકડીને છોલીને તેના નાના ટુકડા કરી લો. ટામેટાંને પણ નાના ટુકડા કરી લો. ગેસ બંધ કરી દો અને કુકરનું પ્રેશર પોતાની મેળે છૂટવા દો. ચણાને પાણીમાંથી દૂર કરો અને તેને થોડું ઠંડુ થવા દો. હવે એક મોટા વાસણમાં બધી સામગ્રી નાખીને બરાબર મિક્સ કરી સર્વ કરો.