સ્પાઈસી ચણા ચાટ

Last Modified સોમવાર, 5 જુલાઈ 2021 (15:28 IST)
સામગ્રી
100 ગ્રામ ચણા, 25 ગ્રામ વટાણાના દાણા, 1 મધ્યમ આકારની ડુંગળી, 2 લીલા મરચાં, 1 ચપટી અડદની દાળ, લીમડો, 1 ચમચી લીંબૂનો રસ, 2 ચમચી તેલ, 1 ચપટી સરસવનુ તેલ સ્વાદ મુજબ મીઠું, સેંવ પા
વાટકી

વિધિ
સ્પાઈસી કાબુલી ચાટ બનાવવા સૌથી પહેલા ચણાને 5-6 કલાક માટે પલાડીને રાખો. થોડું મીઠું અને ચપટી સોડાની સાથે ચણાને રાંધવું. હવે વટાણીના દાણાને ગરમ પાણીમાં એક -બે સીટી લઈ તાપ બંદ કરીને

પાણી નિથારી લો. ડુંગળી અને લીલા મરચાં સમારી લો.

હવે તેલ ગરમ કરો અને તેમાં અડદની દાળ અને સરસવ નાખો અને શેકવું. તેમાં મરચા મીઠા લીમડા નાખી ફ્રાય કરો. હવે તેમાં ડુંગળી નાખો અને નરમ થતા સુધી શેકવું અને પછી તેમાં ચણા નાખો. મીઠું નાખી હલાવો. લીંબૂનો રસ નાખો. કોથમીર, સેંવ નાખી અને તૈયાર સ્પાઈસી ચણા ચાટનો પરિવારવાળાની સાથે આનંદ લો.


આ પણ વાંચો :