ચટપટી સ્વાદિષ્ટ છોલે ટિકિયા

chhole tikiya

સામગ્રી : 250 ગ્રામ કાબુલી ચણા, 400 ગ્રામ બટાકા, લીંબુ, 2 ચમચી કોર્ન ફ્લોર, 1 ચમચી ખાંડ, 150 ગ્રામ વટાણા, 2 ચમચી ટોપરાની છીણ, 1 ચમચી કાજુ, સૂકાયેલી કાળી 1 ચમચી દ્વાક્ષ, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી ગરમ મચાલો, તેલ, પ્રમાણસર મીઠું.

બનાવવાની રીત : સો પ્રથમ છોલે પુરીમાં જે રીતે છોલે બનાવો છે તે રીતે બનાવી દો. ટિક્કી માટે બટાકા બાફીને મેશ કરી દો. હવે તેમાં અડધી ચમચી લીંબુનો રસ, થોડો કોર્નફ્લોર,મીઠું અને જો ટિક્કીને તીખી બનાવવી હોય તો થોડું પીસેલું લીલું મરચું નાંખો. બીજી તરફ વટાણાને બાફીને તેમાં ટોપરાની છીણ, કાજુના દાણા, સૂકાયેલી કાળી દ્રાક્ષ, લીલું મરચું, ગરમ મસાલો, મીઠું નાંખી મિક્સ કરો. બટાકાના મિશ્રણમાં વટાણાનો આ મસાલો ભરી લો. ટિક્કીને સાંતળી લો. ટિક્કી તૈયાર થઇ જાય એટલે સર્વિંગ પ્લેટ કે બાઉલમાં કાઢી લો. ઉપરથી છોલે નાંખો. તેની ઉપર મીઠી અને તીખી ચટણી નાંખી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા-ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :