અમદાવાદમાં ફરજ બજાવતી મહિલા કોંસ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર અવસ્થામાં મળ્યો મૃતદેહ
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. સેક્ટર-24માં આવેલા પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર અવસ્થામાં મૃતદેહ મળ્યો છે. આ ઘટનાએ પોલીસ વિભાગમાં તથા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આજે આ કેસમાં અનેક મોટા ખુલાસા થયા છે. જી હા.. મહિલા કોન્સ્ટેબલના મોતનું કારણ કોલેજ સમયનો પ્રેમ બન્યો છે.
ગાંધીનગર પોલીસના દાવા પ્રમાણે ગઈકાલે રીંકલની હત્યા તેના જ કોલેજકાળના પ્રેમી મોહન પારગી એ કરી. મોહન પારગી અને રીંકલ મૂળ બંને ભાવનગરના ગારીયાધાર ના વતની છે. કોલેજમાં બંને સાથે ભણતા હતા ત્યારથી પ્રેમ થયો. જોકે 2015માં મોહન પારગીના અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયા. જોકે રીંકલ સાથેનો મોહનનો પ્રેમ ચાલુ રહ્યો. આ પ્રેમમાં રીંકલ મોહનને તેની પત્ની છોડીને પોતાની સાથે લગ્ન કરવા સતત દબાણ કરતી હતી. મોહન રીંકલ સાથે લગ્ન કરવા ન માંગતો હતો. એટલે જ આ ખુની ખેલ ખેલાયો. મોહન રીન્કલને મળવા આવ્યો એ દરમિયાન લગ્ન માટેનું દબાણ રિંકલે કર્યું એટલે મોહને ગળુ દબાવી રીંકલની ઘાતકી હત્યા કરી.
ગત તા.29મી સપ્ટેબરે મહિલા કોન્સ્ટેબલના ભાઈ-ભાભી ગારીયાધાર ભાવનગર ખાતે માતાજીના નૈવેદ્ય માટે ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર શહેર પોલીસ, LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. SP સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ તપાસમાં સક્રિયતા દર્શાવી રહ્યા છે. સેક્ટર-21 પોલીસ સ્ટેશનની ટીમ પણ સ્થળ પર છે અને પુરાવા એકઠા કરી રહી છે. મૃતકની નિર્વસ્ત્ર અવસ્થા અને અન્ય પરિસ્થિતિઓને કારણે આ એક હત્યાનો કેસ હોવાની શક્યતાઓ વધી છે. જોકે આ મામલે આત્મહત્યાની તપાસ પણ ચાલુ છે. ત્યારે પોલીસે પાસેથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ઘરે કોઇ હાજર ન હોવાથી બન્ને વચ્ચે સ્નેપચેટ મારફતે વાત થઇ હતી અને નક્કી થયા મુજબ મોહન પારઘી બપોરના આશરે એકાદ વાગ્યે એસ.ટી. બસ મારફતે અમરેલીથી અમદાવાદ ખાતે આવવા નીકળ્યો હતો અને અમદાવાદથી રાત્રિના આશરે નવેક વાગ્યે પ્રાઇવેટ વાહનમાં ગાંધીનગર આવ્યો હતો. બાદમાં બંને રુમમાં એકાંતની પળો માણી રહ્યા હતા. આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલે લગ્ન કરવા માટે દબાણ કર્યુ હતું. પરંતુ મોહન પરિણીત હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ મુદે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેથી મોહને ઘરમાં પડેલા કપડા વડે શ્વાસ રૂંધાઇ જાય તે રીતે મહિલા કોન્સ્ટેબલના મોઢા પર કપડુ દબાવી દીધું હતું. મહિલા કોન્સ્ટેબલ બચવા માટે તરફડિયા મારતી રહી હતી. હત્યા પછી મોહન ત્યાંથી દરવાજાને બહારથી બંધ કરી એસ.ટી. બસ મારફતે અમરેલી જતો રહ્યો હતો. 30 સપ્ટેમ્બર 2025એ મહિલા કોન્સ્ટેબલનાં ભાઈ-ભાભી ભાવનગરના ગારિયાધાર ખાતે વતનમાં માતાજીનું નૈવેદ્ય કરવા ગયાં હતાં. વતનથી ફોન કોલ કરતાં બહેન ફોન રિસીવ કરતી ન હોવાથી પાડોશીને જાણ કરાઈ હતી.
આ અંગે પાડોશીએ તપાસ કરતાં ઘરના દરવાજાને બહારથી નકૂચો હતો, જે ખોલીને પાડોશીએ અંદર જોતાં મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં બેભાન જોવા મળી હતી, જેથી 112 ઇમર્જન્સી સેવાને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.પોલીસે રીંકલનો ફોન અને ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તેઓને આ મોહન નામના વ્યક્તિ ઉપર શંકા ગઈ હતી. તેની તપાસ કરતાં મોહનને અમરેલીથી પકડી પાડવામાં આવ્યો. મોહને પોતાના ગુનાની કબુલાત પણ કરી લીધી હોવાનો પોલીસનો દાવો છે.