શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 21 મે 2021 (19:11 IST)

ગુજરાતી રેસીપી-ઘરે જ બનાવો રેસ્ટોરેંંટ જેવા ટેસ્ટી ફ્રાઈડ રાઈસ

લૉકડાઉનના કારણે લોકો પોત-પોતાના ઘરમાં બંદ છે. તેથી ઘણા લોકો ઘરે જ જુદા-જુદા કામ કરીને ટાઈમ પાસ કરી રહ્યા છે. ઘણા લોકો કિચનમાં નવી-નવી ડિશ બનાવવાન મજા ઉપાડી રહ્યા છે. તેથી આજે 
અમે તમારા માટે ચાઈનીજ સ્પેશલ ફ્રાઈફ રાઈસની રેસીપી લઈને આવ્યા છે. તેને તમે ખૂન સરળતાથી બનાવીને લંચ કે ડિનરમાં સર્વ કરી શકો છો. તો આવો જાણીએ તેને બનાવવાની રીત 
 
સામગ્રી 
બાસમતી ચોખા- 1 કપ 
લીલી ડુંગળે 2-3 
શિમલા મરચા 1-2 
ગાજર- 1 
લસણ - 3-4 કળી  
કોબીજ 2-3 ચમચી
સિરકો- 2  મોટી ચમચી 
ઓલિવ ઓયલ- 3 ચમચી 
ખાંડ -1/2 અડધી ચમચી 
સોયા સૉસ- 2 નાની ચમચી 
લાલ મરચા 1 નાની ચમચી 
મીઠુ સ્વાદ પ્રમાણે 
 
 
બનાવાની રીત- 
- સૌથી પહેલા ચોખાને રાંધી લો તેને માત્ર 80 ટકા જ રાંધવા. 
- વધારાના પાણી હોય તો કાઢી નાખો. પછી તેમાં તેલ નાખી જુદા મૂકી દો. 
- બધી શાકને સમારી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. 
- પછી તેમાં લસણ અને ડુંગળી સંતાડો. 
- પછી શાકભાજીને ખાંડ સાથે તેમાં સોયા સૉસ, સિરકો મિક્સ કરી રાંધો. 
- હવે તેમાં મીઠું અને ચોખા નાખી રાંધો અને મિક્સ કરો.  
- તમારા ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર છે 
- તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમા-ગરમ સર્વ કરો.