આ રીતે બનાવો હોટલ જેવી દાળ ફ્રાય
દાળ બનાવવાની રીત-
સામગ્રી : 1 વાટકી તુવેરની દાળ, , 1 ચપટી મેથી, લસણ2-3 કળી , 1 નાની ડુંગળી, તલનું તેલ, રાઇ, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર, ગરમ મસાલો, ધાણાજીરુ, કોથમીર, મીઠું અને કાળા મરીનો ભૂકો.
બનાવવાની રીત : તુવેરની દાળને પાણીમાં એક કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને બાફવી. બાફ્યા બાદ વઘાર માટે તેલ લેવું. આ તેલ ગરમ થાય એટલે એમાં વઘાર માટે રાઇ, તજ, લવિંગ, તમાલપત્ર એકસાથે નાંખવું. હિંગ, લીલા મરચાના ટૂકડાં, મીઠો લીમડો અને નાખી સંતાળવું. પછી તેમાં લસણની કૂટીને નાખવું પછી તેમાં ડુંગળી નાંખવી. હવે આ મિશ્રણને 5 મિનિટ થવા પછી તેમાં બધા સૂકા મસાલા(હળદર,લા મરચા પાઉડર,ધાણાજીરુ,ગરમ મસાલો,મીઠું અને કાળા મરીનો ભૂકો) સાથે ટમેટા નાખવું. ટમેટા નરમ થાય ત્યાં સુધી શેકવું જરૂર હોય તો વચ્ચે થોડું પાણી નાખી શકો છો. ટમેટા અને બધા મસાલા શેકાઈ તો તેમાં બાફેલી દાળ નાખવી. દાળમાં જેટલું પાણી હોય એ જ વાપરવું હોય તો સારું દાળ ફ્રાય ગુજરાતી દાળથી થોડું ઘટ્ટ હોય છે જો જરૂર હોય તો જ પાણી નાખવુ પણ તેને પણ ઠંડુ નહી પણ ગરમ કરીને નાખવું. આ દાળને ગેસ કે ચૂલા પરથી ઉતારતા પહેલા કોથમીર, સૌથી છેલ્લે જરૂરિયાત મુજબ લીંબુનો રસ ઉમેરવો.તૈયાર છે દાળ ફ્રાય