સ્પેશલ તડકાવાળી દાળ, સ્વાદ હમેશા યાદ રહેશે, વાંચો રેસીપી

dal tadka
Last Modified ગુરુવાર, 5 જુલાઈ 2018 (14:58 IST)
સામગ્રી
તુવેરની દાળ 30 ગ્રામ
અદદની દાળ 30 ગ્રામ
મગની દાળ 30 ગ્રામ
મસૂરની દાળ 30 ગ્રામ
સમારેલા 3 ટમેટા, ડુંગળી અને મરચાં
આદું સમારેલું
લસણનો પેસ્ટ
હળદર પાઉડર
લાલ મરી પાઉડર
ધાણા પાઉડર
એક આખી લાલ મરચું
એક નાની ચમચી જીરું
સ્વાદપ્રમાણે મીઠું
ઘી કે માખણ
વિધિ
બધી દાળને સારી રીતે ધોઈ લો અને 20 મિનિટ માટે પલાળો.

ત્યારબાદ કૂકરમાં રાખી દાળને એક સીટી લગાડી રાંધવી. 1 સીટી આવતા તાપ બંદ કરી નાખવી.
ત્યારબાદ કડાહીમાં ઘી કે માખણ ગર્મ કરી આદું લસણની પેસ્ટ નાખી સંતાળો.
ત્યારબાદ ડુંગળી અને લીલાં મરચાં નાખી સોનેરી થતા સુધી સંતાળો.
ત્યારબદ ટમેટા ઉમેરો અને લાલ મરચાં ધાણા પાઉડર ઉમેરો. મીઠું નાખી બાફેલી દાળ પણ ઉમેરો
ધીમા તાપ પર દાળમાં ઉકાળ આવ્યા પછી તાપ બંદ કરી નાખો.
ત્યારબાદ જુદા એક વાસણમાં તડકો લગાવવું. જેમાં માખણ નાખી ગરમ થતા જીરું, આખી લાલ મરી અને હીંગંનો તડકો કે વઘાર કરવું.
કોથમીર નાખી સર્વ કરો.
નોંધ- તમે જુદા-જુદા પ્રકારની દાળ પસંદ ન હોય તો એક પ્રકારની દાળ પણ વાપરી શકો છો.


આ પણ વાંચો :