સંબંધિત સમાચાર
- માર્કેટમાં તોતાપુરી કેરીનું આગમન, અથાણાના કેરીના ભાવમાં પણ વધારો
- Video- સલમાન ખાનએ જોવાઈ જોરદાર બૉડી લખ્યુ- લાગે છે બંદા ટાઈગર 3 ની ટ્રેનિંગ કરી રહ્યો છે
- Pickles tips:- અથાણાનો સ્વાદ અને રંગ વધારવું છે તો અજમાવો આ જરૂરી ટીપ્સ
- 5 મિનિટમાં આ રીત બનાવો લીલા મરચાનો ઈંસ્ટેંટ અથાણું
- સલમાન ખાનની ફિલ્મ Tiger 3 થઈ તાઉતે તોફાનની શિકાર FwICE એ આપી નષ્ટ થયા સેટસની જાણકારી
Mango pickle Recipe- કેરીનું અથાણું બનાવવાની રીત
ગરમીના દિવસોમાં લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા ખૂબ રહે છે. લોકોને ભૂખથી વધુ તરસ લાગે છે. પાણે પી પીને લોકો પેટ ભરી લે છે. આવામાં જો રૂટીનનુ ભોજન સામે આવી જાય તો તમારી અડધી ભૂખ ભોજન જોઈને મરી જાય છે. પણ ભોજન સાથે જો કંઈક ચટપટુ ખાવાનુ મળી જાય તો ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે.
ગરમીના દિવસોમાં જમતી વખતે રાયતા, દહી, અથાણું મળી જાય તો ભોજન ખૂબ જ આરામથી થઈ જાય છે. આજે વેબદુનિયા તમારી માટે લાવ્યુ છે કેરીની અથાણાની રેસીપી.
સામગ્રી - 4 કિલો કેરીના કાપેલા અને સુકવેલા ટુકડા, 1 લીટર તેલ, 100 ગ્રામ હળદર પાવડર, 100 ગ્રામ લાલ મરચુ, 500 ગ્રામ રાઈ દાળ, 100 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ મેથી દાણા. 5 ગ્રામ હિંગનો પાવડર.
બનાવવાની રીત - રાઈ, મેથી, વરિયાળીને જુદી જુદી કરીને ધીમા તાપ પર સેકી લો. સેક્યા પછી ત્રણેયને વાટી લો. બધી સામગ્રીને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં કેરીના સુકવેલા ટુકડાને એક સાથે નાખીને સારી રીતે મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી બરણીમાં ભરી લો. તમારુ સ્વાદિષ્ટ કેરીની અથાણું બનીને તૈયાર છે.
ये भी पढ़ें