ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ઓવન કે કૂકરમાં નહી, કડાહીમાં બનાવો એગલેસ કેક

આમ તો કેક ઓવન કે પછી કૂકરમાં બને છે. પણ અમે જણાવી રહ્યા છે કેકની એવી રેસિપી જેને કડાહીમાં બનાવીએ છે. કેક બનાવવા માએ મેંદા પણ નહી લેશું પણ 
સામગ્રી - 1/2 કપ દહીં, 
1.5 કપ ખાંડ પાઉડર 
12 કપ તેલ 
1.5 કપ સોજી 
1/2 કપ મેંદો,
200 ગ્રામ મિલ્ક, 
અડધી ચમચી વેનીલા એસેંસ 
3 ટીસ્પૂન કોકો પાઉડર 
1 ટીસ્પૂન બેકિંગ પાઉડર 
1 નાની વાટકી ડ્રાઈફ્રૂટસ 
 
1/2 કિલો મીઠું કે રેતી 

 
વિધિ- 
 
- એક મોટા વાસણમાં દહીંને સારી રીતે ફેંટી લો. 
- પછી દહીંમાં શુગર(ખાંડ) પાઉડર નાખી મિક્સ કરો. 
- દહીં અને પાઉડર મિક્સ કર્યા પછી તેમાં અડધું કપ તેલ નાખી સારી રીતે ફેંટતા રહો. 
- ત્યારબાદ તેમાં સોજી, મેંદા અને કોકો પાઉડર સારી રીતે ફેંટતા મિક્સ કરો.
- જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે તો તેમાં અડધું કપ દૂધ નાખી રીતે ફેટવું. 
- તૈયાર મિશ્રણને 30 મિનિટ સુધી ઢાકીને રાખો. 
- કેક ટિન પર થોડું તેલ લગાવીને ચિકણું કરી લો. 
- ટિનની અંદર ગોળાઈમાં બટર પેપર કાપીને મૂકો અને તેને પણ ચિકણા કરી લો. 
- મધ્યમ તાપ પર કડાહીમાં મીઠું નાખી ફેલાવીને ગર્મ કરી લો. (રેતી પણ ઉપયોગ કરી શકો છો). 
- જ્યારે કડાહી પ્રીહિટ થઈ રહી છે ત્યારે સુધી સોજીના મિશ્રણમાં વધેલું દૂધ નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેમાં વનીલા એસેંસ બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા અને થોડું મીઠુ નાખી મિક્સ કરી લો. 
- આ મિશ્રણને કેક ટિનની અંદર નાખી સારી રીતે સેટ કરી લો. મિશ્રણ ઉપર ડ્રાઈફ્રૂટસ છાંટવું. 
- 30-35 મિનિટ સુધી ધીમા તાપ પર કેક રાંધવું. 
- નક્કી સમય પછી કેકના વચ્ચે ચાકૂ કે ટૂથપિક નાખી ચેક કરી લો. જો આ સાફ નિકળી જાય તો ઠીક છે નહી તો વધું 5 મિનિટ બેક કરો. 
- કેક ટિનને કડાહીથી કાઢી 10-12 મિનિટ માટે ઠંડુ થવા દો. 
- તૈયાર છે એગલેસ ડ્રાઈફ્રૂટસ કેક 
 
 
નોટ- આ કેક બનાવવા એક જ કપનો માપ બધા સામગ્રી માટે વાપરવું.