ગુજરાતી અથાણું - ગુંદાનું અથાણું

ગુંદાનું અથાણું

Last Updated: મંગળવાર, 15 માર્ચ 2016 (14:38 IST)
સામગ્રી- મોટા ગુંદા - ૫૦૦ ગ્રામ, કેરીનું છીણ - ૨૫૦ ગ્રામ,  કેરીના નાના કટકા - ૧ વાટકી,  સરસવનું તેલ - ૭૦૦ ગ્રામ, અથાણાનો તૈયાર મસાલો. 

બનાવવાની રીત -  ગુંદા ધોઈને કોરા કરી તેના ઠળિયા કાઢી નાખો.
- અથાણાનો તૈયાર મસાલામાં કેરીના છીણનું પાણી નિતારી મિક્સ કરો. 
- ત્યાર બાદ કેરીના છીણ સાથેનો મસાલો ગુંદામાં ભરો.
- ઉપરથી કેરીના કટકા પણ નાખી દો. 
- હવે એક બરણીમાં મસાલાવાળા ગૂંદા ભરી લો.  ઉપરથી વધેલો અથાણાનો મસાલો નાખી દો.  
- સરસવનુ તેલ ઘુમાડો નીકળે ત્યા સુધી ગરમ કરો. એકદમ ઠ્ંડુ પડી જાય કે ગૂંદા ભરેલી બરણીમાં તેલ નાખી દો. ગૂંદા તેલમાં ડૂબી જવા જોઈએ. 

નોંધ - આમ તો અથાણાના તૈયાર મસાલામાં હિંગ હોય છે આમ છતા જો તમને હિંગ વધુ જોઈતી હોય તો તેલ ગરમ કર્યા પછી  તેમા હિંગ નાખી શકો છો.  


આ પણ વાંચો :