શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગ્રીન પુલાવ

સામગ્રી - બાસમતી ચોખા 1 વાડકી, ફુદીનો 1/2 જુડી, કાજુ 10, દ્રાક્ષ 1 નાની વાડકી, દાડમના દાણા 1 નાની વાડકી, મોટુ જીરુ 1/2 ચમચી, તમાલપત્રના પાન 2-3, મોટી ઈલાયચી2, મીઠુ સ્વાદમુજબ, લીલા મરચાં 2, આદુ 1 નાની ગાંઠ, ચોખ્ખુ ઘી 1 મોટી ચમચી, સજાવવા માટે દ્રાક્ષના દાણા 1 નાની વાડકી. 

બનાવવાની રીત - ચોખાને ધોઈને બે વાડકી પાણી નાખી કાચા-પાકા બાફી લો. ફુદીનાને સાફ કરીને લીલા મરચા અને આદુની સાથે વાટી લો. કડાહીમાં ઘી ગરમ કરો. જીરુ અને તમાલપત્રના પાન અને ઈલાયચી નાખીને તતડાવો. હવે ફુદીનાનું પેસ્ટ નાખીને ભાત, મીઠુ અને મેવા નાખો. ઢાંકીને ધીમા તાપ પર બફાવા દો. દાડમ અને દ્રાક્ષના દાણાથી સજાવો અને મહેમાનોને સર્વ કરો.