શનિવાર, 2 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 29 માર્ચ 2022 (14:44 IST)

Gujarati recipe - Puran Poli પુરણપોળી

સામગ્રી - ચણાની દાળ 250 ગ્રામ, ખાંડ અથવા ગોળ 250 ગ્રામ, 200 ગ્રામ ઘઉંનો લોટ અને 200 ગ્રામ મેદો, 2 ચમચી તેલ  100 ગ્રામ ઘી. એક ચમચી એલચી, બદામ પીસ્તાનો ભુકો. 
 
બનાવવાની રીત - ચણાની દાળ ને ધોઈ ને કુકરમાં બાફવા મુકો. દાળ બરાબર બફાય ગઈ છે કે નહિ એ જરા ચેક કરો.  વધારાનું પાણી હોય તો નીતારી લો .  દાળને મિક્સરમાં વાટી લો. એક પેનમાં વાટેલી ચણાની દાળ નાંખી ગેસ પર મુકો. એકદમ ગળી જાય એટલે તેમાં ગોળ કે ખાંડ નાંખો. ધીમા તાપે હલાવતા રહો. એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો .puran poli
 
તેમાં એલચી, બદામ ,પીસ્તા નો ભૂકો નાંખી ઠંડુ થવા દો.  હવે ઘઉં-મેંદો મિક્સ કરો તેમા તેલ નાખીને લોટ બાંધી લો.  એક લુંવો લઇ રોટલી અડધી વણી તેમાં પુરણ વચ્ચે મૂકી તેને ફરી પેક કરી રોટલી વણો. નોનસ્ટીક તવા પર રોટલીને શેકી લો. 
 
રોટલી ઉતારી તેના પર ઘી ચોપડીને ગરમાગરમ પીરસો.