લેફ્ટઓવર રાઈસથી બનાવો ઈડલી આ છે તેની Recipe

ઈડલી ખાવા માટે કોઈ ટાઈમ નહી હોય. તેને તમે ચટણીની સાથે સવારે નાશ્તામાં કે પછી સાંકની ચાની સાથે ખાઈ શકો છો. તેમજ તેને લંચ કે ડિનરમાં સાંભર ખાઈ શકાય છે. ખાવામાં હળવી અને સરળતાથી ડાયજેસ્ટ થઈ જાય છે. એમજ હવે તમે ઈડલીને વધેલ ભાતથી બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેની સરળ રેસીપી 
 સામગ્રી 
2 કપ ભાત 
1 કપ સોજી 
1 કપ પાણી 
1 કપ દહીં 
1/2 ટીસ્પૂન મીઠું 
1/2 ટી સ્પૂન ઈનો
 
વિધિ
રાંધેલા ભારને પાણી મિક્સ કરી વાટી લો. એક વાટકીમા સોજી અને દહીંને મીઠું નાખી મિક્સ કરો સાથે જ ભાતને મિક્સ કરો. સારી રીતે ફેંટી લો અને ઓછામાં ઓછા 20 થી 25 મિનિટ માટે રાખી દો. 
 
25 મિનિટ પછી બેટરમાં જરૂર મુજબ પાણી મિક્સ કરો. સ્ટીમ કરવાથી પહેલા 1/2 ટી સ્પૂન ઈનોને સારી રીતે મિક્સ કરો. હવે ઈડલીની પ્લેટને ગ્રીસ કરો અને બેટર નાખો. 10-15 મિનિટ સુધી ઈડલીને સ્ટીમ કરો. વધેલા ભાતની ઈડલી તૈયાર છે. 
તેને ગરમ ગરમ ચટણીની સાથે સર્વ કરો. 


આ પણ વાંચો :