શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

વરસાદમાં મજા લો Mirchi Vada Bhajiya

સામગ્રી - 5-6 જાડા લીલા મરચાં, 2 બટાકા(બાફેલા), મીઠુ સ્વાદમુજબ, 1/2 ટી સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન ગરમ મસાલો, 1 કપ બેસન, 1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ લીલા મરચાને ધોઈને લૂંછી લો. હવે તેની વચ્ચે લાંબો ચીરો લગાવી બીજા બહાર કાઢી લો. બાફેલા બટાકા છોલીને છીણી લો. તેમા મીઠુ, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો.
બેસનમાં મીઠુ, લાલ મરચુ, બેકિંગ પાવડર અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે એક કડાહીમાં તેલ ગરમ કરો. લીલા મરચામાં બટાકાનુ મિશ્રણ ભરો અને બેસનના ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળો. તમે ઈચ્છો તો મરચાના ઉપર પણ બટાકાના મિશ્રણની એક પરત લગાવી શકો છો. મરચાના ગરમા-ગરમ ભજિયા ચાની સાથે સર્વ કરો.