શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

નાસ્તામાં ટ્રાઈ કરો Missi Roti

સવારે નાસ્તામાં કેટલાક લોકો પરાઠા ખાવા પસંદ કરે છે. તમે ચાહો તો મિસ્સી રોટી પણ ટ્રાય કરી શકો છો. આ દહીની સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. અમે તમને તેની રેસીપી બતાવીશુ.. 
સામગ્રી - 140 ગ્રામ લોટ, 70 ગ્રામ બેસન, 150 ગ્રામ ડુંગળી, 1 ટેબલસ્પૂન ફુદીનો, 1 ટેબલસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન મીઠુ, 1/2 ટી સ્પૂન લાલ મરચુ,  1/4 ટી સ્પૂન અજમો, 1/2 ટી સ્પૂન જીરુ, 1 ટેબલસ્પૂન ઘી, 400 મિલી. પાણી. 
 
બનાવવાની રીત - એક બાઉલમાં લોટ, બેસન, ડુંગળી, ફુદીનો, ધાણા, મીઠુ, લાલ મરચુ, અજમો, જીરુ, ઘી અને પાણી નાખીને સારી રીતે મિક્સ કરો અને ગૂંથી લો. તેને 10 મિનિટ માટે આવુ જ રહેવા દો. 
 
- હવે થોડો લોટ લો અને મીડિયમ સાઈઝની બોલની જેમ બનાવી લો અને પછી વણો. 
- ત્યારબાદ તવાને ગરમ કરીને રોટલીને મધ્યમ તાપ પર સેકો. પછી તેને પલટો અને થોડુ ઘી લગાવીને પકવો. 
- આવી જ રોટલીને બીજી સાઈડથી પકવો.. મિસ્સી રોટલીને સારી રીતે સેકો. 
- મિસ્સી રોટલી તૈયાર છે. તેના પર બટર લગાવીને સર્વ કરો.