ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (18:00 IST)

ગુજરાતી રેસીપી - લંચ હોય કે ડિનર, બનાવો મગ દાળ શોરબા

લંચ કે ડિનરમાં થોડો હલકો ખોરાક ખાવાનુ મન હોય તો તેમ મગ દાળ શોરબા ટ્રાઈ કરી શકો છો. આ તમારા ભોજનને ટેસ્ટી બનાવવા સાથ ખૂબ જ સરળ છે ચાલો જાણીએ મગ દાળ શોરબાની સહેલી રેસીપી 
સામગ્રી - મગ દાળ 50 ગ્રામ 
આદુ - 1/4 ટી સ્પૂન 
જીરુ - 1/4 ટી સ્પૂન 
માખન - 1 ટેબલસ્પૂન 
મીઠુ - સ્વાદમુજબ 
ડુંગળી - 20 ગ્રામ 
લસણ 1/4 ટી સ્પૂન 
લીંબુનો રસ 1/2 ટી સ્પૂન 
હળદર - 1/4 ટીસ્પૂન 
પાણી - જરૂર મુજબ 
ફુદીનાના પાન - 1 ટી સ્પૂન 
લીલા ધાણા - 1 ટી સ્પૂન 
 
બનાવવાની રીત - પેનમાં માખણ ગરમ કરો. પછી તેમા ડુંગળી નાખીને 30 સેકંડ માટે સાંતળો અને લસણ આદુ અને લીલા મરચા, હળદર અને મીઠુ નાખીને બફાવા દો. 
 
 હવે ત્મા મગ દાળ નાખીને સારી રીતે મિક્સ કરો અને ત્રણ કપ પાણી નાખીને 15 મિનિટ માટે બફાવા દો.  પછી દાળને ગાળીને બ્લેંડ કરી લો. 
 
- એક પેનમાં માખણ ગરમ કરો. પછી તેમા જીરુ નાખીને સેકો અને તેમા બ્લેંડ દાળ નાખીને ફરીથી ઉકાળો 
- હવે તેમા લીંબુનો રસ નાખો અને દાળને ફુદીના અને ધાણાથી સજાવો 
- લો તૈયાર છે તમારી મગ દાળ શોરબા. હવે તેને રોટલી કે ભાત સાથે સર્વ કરો.