ઘરે જ બનાવો હોટલ જેવી પંજાબી ડિશ - પંજાબી પિંડી ચણા

pindi chana
Last Modified મંગળવાર, 12 જુલાઈ 2016 (12:58 IST)
 
તમે હોટલમાં તો અનેકવાર પંજાબી પિંડી ચણા ટેસ્ટ કર્યા હશે અને અમને આશા છે કે તમને આ ડિશ પસંદ પણ આવી હશે.  પણ તેનાથી પણ સારુ રહેશે કે તમે આ લઝીજ ડિશને ઘરે જ બનાવો.  તો આવો આ માટે અમે તમને બતાવી રહ્યા છે સરળ વિધી... 
સામગ્રી - એક કપ કાબુલી ચણા, એક ચમચી આદુનુ પેસ્ટ, અડધી ચમચી મરચાંનુ પેસ્ટ, બે ડુંગળીનુ પેસ્ટ, બે થી ત્રણ ટામેટા(પ્યુરી તૈયાર કરો), બે મોટી ઈલાયચી.  મોટો ટુકડો તજ થોડુ કુટેલુ, અડધી નાની ચમચી બેકિંગ સોડા(ખાવાનો સોડા), બે ચમચી ચાની પત્તી, એક ચમચી ધાણા જીરુ, એક ચમચી છોલા મસાલા, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી લાલ મરચાંનો પાવડર, સ્વાદમુજબ મીઠુ, તેલ. 
 
બનાવવની રીત - 1. એક કૂકરમાં પાણી સાથે કાબુલી ચણા નાખો. તેમા ચાની પત્તીવાળી પોટલી, બેકિંગ સોડા (જો ઈચ્છો તો) અને એક નાની ચમચી મીઠુ મિક્સ કરીને કૂકરનુ ઢાકણ લગાવો અને ગેસ પર તેજ તાપમાં ચણા બાફવા માટે મુકી દો. 
 
2. કૂકરની એક સીટી આવ્યા પછી તાપ મધ્યમ કરી દો. 3-4 સીટી પછી ગેસ બંધ કરો. કૂકરનું ઢાકણ ખોલો અને સૌથી પહેલા ચણામાંથી ચાની પત્તીની પોટલી કાઢી નાખો હવે એક મોટી ચમચીથી ચણાને થોડા મૈશ કરીને હલાવો. 
 
3. ત્યારબાદ ગેસ પર એક કડાહીમાં તેલ ગરમ કરો. હવે તેમા આદુ, લસણ, લીલા મરચાં અને ડુંગળીનુ પેસ્ટ નાખીને મધ્યમ તાપ પર ફ્રાઈ કરો. 
 
4. જ્યારે પેસ્ટનો રંગ સોનેરી થઈ જાય અને તે મોટી ચમચીથી ચલાવતી સમયે કઢાહીમાં ચોંટવા લાગે ત્યારે તેમા ટામેટાની પ્યુરી નાખીને 5 મિનિટ સુધી થવા દો. 
 
5. હવે ગ્રેવીમાં ધાણા જીરુ, ગરમ મસાલો, લાલ મરચુ પાવડર, છોલા મસાલા અને મીઠુ નાખીને એક મિનિટ સુધી થવા દો. 
 
6. હવે બાફેલા ચણા પાણી સાથે ગ્રેવીમાં નાખીને મોટી ચમચીથી હલાવતા મિક્સ કરો. મધ્યમ તાપ પર શાકને 15 થી 17 મિનિટ સુધી પકવો. 
 
7. જ્યારે ગ્રેવી અને ચણા સારી રીતે મિક્સ થઈને થોડી ઘટ્ટ થઈ જાય તો ગેસ બંધ કરી દો. મસાલેદાર લઝીઝ પીંડિ ચણા તૈયાર છે. 


આ પણ વાંચો :