ગરમા ગરમ ક્રિસ્પી રવા-મેથી પરાઠા

rava methi paratha
Last Updated: બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (07:09 IST)
 
પરાઠા કોને પસંદ નથી હોતા. આલૂ પરાઠા, કોબીજના પરાઠા અને મેથીના પરાઠા. નાસ્તામાં દરેક ઘરમાં સૌની પ્રથમ પસંદ હોય છે.  મેથીના પરાઠાં તો તમે ખાધા જ હશે.  પણ આજે પણ તમને કંઈક નવુ એકસપરિમેંટ કરતા મેથી રવાના પરાઠાની રેસીપી શેયર કરી રહ્યા છીએ.  આ ટેસ્ટી હોવા સાથે જ હેલ્ધી ડાયેટ પણ છે. 
આવો જાણો કેવી રીતે મેથી અને રવાના ક્રિસ્પી પરાઠા બનાવવામાં આવે છે. આ  હેલ્ધી અને ટેસ્ટી બંને હોય છે. 
જરૂરી સામગ્રી - રવો 1 કપ (150 ગ્રામ), મેથી -1/2 કપ (ઝીણી સમારેલી)તેલ-2થી 3 ટેબલ સ્પૂન, મીઠુ-સ્વાદમુજબ, અજમો-1/4 ચમચી, હિંગ - ચપટી. 
 
બનાવવાની રીત - કોઈ મોટા વાસણમાં એક કપ પાણી નાખીને ગરમ કરવા માટે મુકો. સાથે જ પાણીમાં મીઠુ, અજમો અને હિંગ નાખીને તેને ઢાંકીને ઉકાળી લો.  ઉકાળો આવ્યા પછી તેમા 1 નાની ચમચી તેલ અને રવો નાખીને મિક્સ કરો. ગેસ બંધ કરી લો.  અને રવાને ઢાંકીને 10 મિનિટ માટે મુકી રાખો.  ત્યારબાદ રવાનો લોટ બાંધી લો.   10 મિનિટ પછી રવાને એક થાળીમાં નાખીને તેમા સમારેલી માથી નાખી દો અને સારી રીતે મસળી મસળીને લોટ બાંધી લો. 
 
હાથ પર થોડુ તેલ લગાવીને લોટને મસળી લો અને ચિકણો કરીને તૈયાર કરી લો.  પરાઠા બનાવવા માટે લોટ તૈયાર છે.  તવાને ગેસ પર મુકીને ગરમ કો.  બાંધેલા લોટમાંથી લીંબુ જેટલો લોટ લઈને તેના ગોલ લૂઆ બનાવી લો. લૂઆને સૂકા લોટમાં લપેટીને 5 થી 6 ઈંચ ગોળ પરાઠા વણી લો. વણેલા પરાઠા ઉપર થોડુ તેલ લગાવીને ચારે બાજુ ફેલાવી લો અને અડધુ વાળી લો. અડધા વાળેલા પરાઠા પર તેલ લગાવીને ફેલાવી લો. ફરી તેને અડધુ વાળી લો. તૈયાર ત્રિકોણને સૂકા લોટમાં લપેટીને ત્રિકોણ આકારમાં જ વણી લો.  ગરમ તવા પર થોડુ તેલ નાખીને ફેલાવી લો. પછી વણેલા પરાઠાને તવા પર નાખીને સારી રીતે બંને બાજુથી તેલ લગાવીને સેકી લો. બધા પરાઠાં આ રીતે તૈયાર કરી લો. 
 
સ્વાદથી ભરપૂર ગરમા ગરમ ક્રિસ્પી રવા-મેથીના પરાઠાને તમે માખણ, દહી, ચટણી અથાણુ કે તમારા મનપસંદ શાક સાથે પીરસી શકો છો. 
આવો જાણો કેવી રીતે મેથી અને રવાના ક્રિસ્પી પરાઠા બનાવવામાં આવે છે. આ  હેલ્ધી અને ટેસ્ટી બંને હોય છે. 


આ પણ વાંચો :