રવિવાર, 13 એપ્રિલ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રેસીપી
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 11 એપ્રિલ 2025 (16:24 IST)

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

સામગ્રી

કાચી કેરી - 2
ખાંડ - 1/4 કપ
તેલ - 1 થી 2 ચમચી
હળદર પાવડર - અડધી 1/4 ચમચી
વરિયાળીના બીજ - 1/4 ચમચી
જીરું - 1/4 ચમચી
હીંગ - 1 થી 2 ચપટી
મીઠું - 1/4 ચમચી અથવા સ્વાદ મુજબ
કાળું મીઠું - 1/4 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
લાલ મરચું પાવડર - 2 ચપટી


- કેરીને ધોઈ લો. કેરીને છોલી, પલ્પ કાઢીને બીજને અલગ કરો. લાંબા અને જાડા ટુકડાઓમાં કાપો.
 
- પેન ગરમ કરો. તેમાં તેલ નાખો. ગરમ તેલમાં હિંગ, જીરું અને વરિયાળી નાખીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી  સતાળો. ત્યાર બાદ તેમાં હળદર પાવડર નાખો અને આછું તળ્યા પછી તેમાં સમારેલી કેરી, મીઠું, કાળું મીઠું અને લાલ મરચું ઉમેરો. બધો મસાલો મિક્સ કરીને થોડો ફ્રાય કરો.
- તેમાં પસંદ મુજબ ખાંડ કે ગોળ નાખો. 
-  તેમાં ખાંડ ઓગળી જાય, કેરીના ટુકડા  નરમ થઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી લગભગ 3-4 મિનિટ સુધી પકાવો.
-  ચમચી વડે હલાવતા રહો. જો કેરી ના ટુકડા ના રાંધ્યા હોય અને મિશ્રણ સુકાઈ જાય તો વધુ 1-2 ચમચી પાણી ઉમેરો. ઉમેરો અને ફરીથી 3-4 મિનિટ માટે રાંધો.
- મીઠી અને ખાટી કાચી કેરીની લૌંજીને એક બાઉલમાં કાઢી, તેને તમારા ભોજનમાં પુરી, પરાઠા, નાન સાથે સર્વ કરો અને ખાઓ.

Edited By- Monica sahu