શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 24 મે 2021 (17:24 IST)

રેસીપી- કૉફી કપ કેક

સામગ્રી 
મેંદો- 1 કપ 
બેકિંગ પાઉડર- 1 નાની ચમચી 
વાટેલી ખાંડ 3/4 કપ
કોકો પાઉડર 1.5 ચમચી 
વેનીલા એસંસ 1/2 નાની ચમચી 
બટર- 5 ચમચી 
દૂધ 3/4 કપ 
કૉફી પાઉડર - 1 ચમચી 
પાણી - 1 નાની ચમચી 
 
વિધિ 
- સૌથી પહેલા ઓવનને 200 ડિગ્રી સેલ્સિયસ પર પ્રીહીટ કરવું 
- કપમાં બટર પેપર લગાવીને જુદો મૂકો.
- એક વાટકીમાં કૉફી અને પાણી મિક્સ કરી સ્મૂદ પેસ્ટ બનાવી લો. 
- એક બાઉલમાં બધી સામગ્રી નાખી સ્મૂદ બેટર બનાવો. 
- તૈયાર મિશ્રણને કપમાં ભરીને 180 ડિગ્રી પર 15-20 મિનિટ માટે બેક કરો. 
- હવે કપ કેકના વચ્ચે ટૂથપિક નાખી ચેક કરી લો કે કેક બેક થયુ છે કે નહી 
- જો ટૂથપિક સાફ બહાર આવે તો કેક બનીને તૈયાર છે. 
- કપ કેકને ઠંડુ કરી ક્રીમથી ગાર્નિશ કરીને સર્વ કરો.