1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
  4. Red Pasta Sauce

બાળકોને બનાવીને ખવડાવો રેસ્ટોરેંટ જેવો રેડ સૉસ પાસ્તા Red Pasta Sauce

Red Pasta Sauce
કોરોના મહામારીના કારણે બાળકોના શાળા બંદ છે. સાથે જ ઘરથી બહાર ન નિકળવાના કારણે તે બોર થઈ રહ્યા છે તેથી તેને ખુશ કરવા માટે તમે રેડ સૉસ પાસ્તા બનાવી શકો છો. આ ખાવામાં ટેસ્ટી હોવાથી 
બાળક વગર કોઈ બહાના તેને જલ્દીથી ખાઈ જશે. તો આવો જાણી તેને બનાવવાની રેસીપી
સામગ્રી
રેડ સૉસ માટે 
ટામેટાં - 5-6
લસણ કળી - 1
ખાંડ - 1/2 ટીસ્પૂન
ડુંગળી - 1 (સમારેલી)
તમાલપત્ર - 1
સ્વાદપ્રમાણે મીઠું
પાણી - 1/2 કપ
મસાલા માટે
ડુંગળી - 1 ચમચી (સમારેલી)
લસણ - 1/2 ચમચી (સમારેલી)
તુલસીના પાન - 4-5
સ્વાદપ્રમાણે મીઠું
તેલ - જરૂરિયાત મુજબ 
પાસ્તા માટે
પાસ્તા - 110 ગ્રામ
પાણી - 3 કપ
મીઠું - એક ચપટી
વિધિ 
- સૌથી પહેલા પેનમાં પાણી, મીઠુ અને પાસ્તા નાખી બાફી લો. 
- પાસ્તા બાફ્યા પછી તેને ચાલણીમાં કાઢી લો. 
- હવે પેનમાં ટમેટાની રાંધી તેમાં લસણ, ડુંગળી અને તમાલપત્ર નાખો. 
- હવે તેમાં પાણી, મીઠુ અને ખાંડ નાખી મિક્સ કરો. 
- પેનને ઢાંકીને ટમેટામાં ઉકાળ આવવા દો. 
- મિશ્રણ ઠંડા કરી મિક્સીમાં વાટીને પ્યૂરી બનાવો. 
- બીજા પેનમાં તેલ ગર્મ કરી ડુંગળી અને લસણ સંતાળો. 
- હવે તેમાં ટૉમેટો પ્યૂરી મિક્સ કરો. 
- ગ્રેવીના અડધા થતા તેમાં તુલસીના પાન અને પાસ્તા મિક્સ કરો. 
- તેને 2-3 મિનિટ રાંધો. 
- ફરી સર્વિંગ પ્લેટમાં પાસ્તા નાખી ગરમા ગરમ સર્વ કરો.  
આગળનો લેખ
મલ્ટીવિટામિનથી ભરપૂર સરગવો ઈમ્યુનિટી વધારવાની સાથે આ રોગોથી પણ કરશે મુક્ત