1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified ગુરુવાર, 13 મે 2021 (11:50 IST)

ટેસ્ટી એંડ ક્રિસ્પી તવા કુલચા

લૉકડાઉનના કારણે બહારનો ભોજન ખાવુ વધારે સેફ નથી પણ જો તમારો કઈક ચટપટો ખાવાનો મન છે તો તમે મિનટોમાં તવા કુલચા બનાવી શકો છો. હા આજે અમે તમને તવા કુલચાની રેસીપી લઈને આવ્યા 
છે . તેને તમે ફેમિલી સાથે ખાવાના મજા લઈ શકો છો 
 
મેંદો - 2 વાટકી 
મીઠુ ચપટી
ખાંડ 1 મોટી ચમચી 
બેકિંગ પાઉડર - 1 નાની ચમચી 
દહીં 2 મોટી ચમચી 
માખણ 3 મોટી ચમચી 
કોથમીર- જરૂર પ્રમાણે 
હૂંફાણો પાણી -1 કપ 
 
- સૌથી પહેલા બાઉલમાં મેંદો ગાળી લો 
- હવે તેમાં દહીં, બેકિંગ પાઉડર, ખાંડ, મીઠુ મિક્સ કરો. 
- થોડો થોડો પાણી નાખતા નરમ લોટ બાંધી લો 
- લોટને એયર ટાઈટ કંટેનરમાં બંદ કરીને બે કલાક માટે જુદો મૂકી દો. 
- હવે ડિબ્બાને ખોલી તેમાં હળવો તેલ નાખી મસળી લો. 
- મેંદાની નાની-નાની લૂંઆ બનાવીને વળી લો. 
- તેમાં એક બાજુ કોથેમીર અને બીજી બાજુ પાણી લગાવો. 
- પાણીવાળા બાજુને તવા પર રાખો. 
- હવે તવાને પકડીને ગૈસ પર ઉલ્ટો કરી કુલચો શેકી લો. 
- પછી તેને બીજી બાજુથી પણ શેકી લો. 
- તૈયાર છે તવો કુલચો તેને બટર લગાવીને ચણા કે આલૂના શાક સાથે સર્વ કરો.