મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (17:28 IST)

Cooking Tips : ડુંગળીના ઉપયોગ કર્યા વગર ગ્રેવી ઘટ્ટ ટ્રાઈ કરવી આ 15 ટીપ્સ

શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે લસણ-ડુંગળીની જરૂર પડે છે. પણ વ્રત કે નવરાત્રીમાં ડુંગળી -લસણ નથી ખાવુ જોઈએ. તેથી ઘણા ઘરોમં ડુંગળીના વગર શાક બનાવાય છે. વગર ડુંગળીની શાકની ગ્રેવી ઘટ્ટ નથી બનતી. જેનાથી ભોજનનો સ્વાદ નથી આવે. તેથી આજે અમે તમને જણાવી રહ્યા છે વહર ડુંગળીના ઉપયોગને પણ ગ્રેવી કેવી રીતે ઘટ્ટ બનાવી શકાય છે. 

- શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે ઘટ્ટ દહીંનો ઉપયોગ કરી શકાય છે. 
- ટમેટાની ગ્રેવી સાથે મગફળી પેસ્ટનો ગ્રેવીના રૂપમાં નાખી શકાય છે. 
- મગફળી નથી તો બદામનો પેસ્ટથી પણ શાકને ઘટ્ટ અને ટેસ્ટી બનાવી શકાય છે. 
- રેસ્ટોરેંટમાં શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે કાજૂનો ઉપયોગ કરાય છે. પણ તેને વધારે હેલ્દી નહી માનીએ છે.
- શાકની ગ્રેવીને ઘટ્ટ કરવા ટમેટાની ગ્રેવીની સાથે લોટ કે મેંદો નખાય છે. પણ તેને નાખવાથી પહેલા હળવુ રોસ્ટ કરી લો. 
- તેલમાં લોટ કે મેંદાને શેક્યા પછી તેમાં ટમેટની ગ્રેવી નાખી ઘટ્ટ કરી લો. પછી આ ગ્રેવીને શાકમાં નાખવું. 
- જો શાકમાં ડુંગળીને છોડી તેમાં ટમેટા અને યોગ્ય રીતે મસાલાના ઉપયોગ કરાય તો ભોજનનો સ્વાદ વધી જાય છે. 
- કોબીજ કે તોરિયાની રીતે કોળા કે લીલા પેઠાને ઉકાળીને તૈયાર કરેલ ગ્રેવીથી પણ શાકનો સ્વાદ વધારે શકાય છે.  
- શાકને ઘટ્ટ અને ટેસ્ટી બનાવવા માટે બે ચમચી શેકેલા ચણાનો લોટને પાણીમાં ફેંટીને શાકમાં નાખવાથી ગ્રેવી થિક થઈ જાય છે. 
- સૂકા બ્રેડ વાટીને બારીક ક્રશ કરીને શાકમાં નાખવાથી પણ ગ્રેવી ઘટ્ટ થઈ જાય છે. 
- ગ્રેવીને ઘટ્ટ કરવા માટે ટોમેટો પ્યૂરીનો પણ ઉપયોગ કરાય છે. પ્યૂરીની સાથે ઈચ્છો તો ગાજર કે મૂળાંને વાટી શકો છો. 
- આદું અને બીટના પેસ્ટથી પણ સરસ ગ્રેવી તૈયાર કરી શકાય છે. 
- જો અનિયન પેસ્ટ કે પાઉડર નહી મળી રહ્યુ છે તો તેના ફ્લેક્સ કે જ્યુસનો ઉપયોગ શાક બનાવવા માટે કરી શકાય છે. આ પણ માર્કેટથી તમને સરળતાથી મળી જશે.