શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 6 મે 2017 (09:58 IST)

સાંસ્કૃતિક અને આર્થિક વિકેન્દ્રીકરણ માટે પ્રાદેશિક ભાષાના ફિલ્મ ઉદ્યોગનો વિકાસ જરૂરી છે -કાર્તિકેય ભટ્ટ

ઈજારા શાહી કેટલાક અપવાદોને બાદ કરતા મોટે ભાગે ગ્રાહક હિતો ને નુકશાન પહોચાડે છે પછી તે ફિલ્મો નું બજાર જ કેમ ના હોય ..૧૯૯૧ થી ભારતમાં ખાનગી કારણ અને ઉદારીકરણનો નવો આર્થિક યુગ આરંભાયો. આ નવા આર્થિક પ્રવાહો માં જો કઈ આશાસ્પદ હતું તો એ હતું કે આ નવી આર્થિક નીતિ સ્પર્ધાને વધારશે અને ગ્રાહકો ને વધારે પસંદગીની તકો પૂરી પડશે પણ બજારવાદના આ શરૂઆતના વર્ષો માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ સ્પર્ધાત્મક થવા ને બદલે વધુ ઈજારા વાળો બન્યો. વિજ્ઞાન અને ટેકનોલોજીના જે પરિવર્તનો થયા તેનો ઉપયોગ સ્પર્ધા વધારવા થવાને બદલે ઈજારો સ્થાપવા થવા લાગ્યો ભારતીય ફિલ્મ ઉદ્યોગ ની કેટલીક લાક્ષણિકતાઓનો દુર ઉપયોગ થવા લાગ્યો. 

૧ ફિલ્મો નો બિઝનેસ નાયક પ્રધાન હોય છે ..૭૦ % થી વધુ લોકો આજે પણ ફિલ્મ ના મુખ્ય કલાકરોને આધારે ફિલ્મ જોવાનું નક્કી કરે છે

૨ તહેવારોની ઉજવણી માં ફિલ્મ જોવાના કાર્યક્રમો મહત્વનું સ્થાન ધરાવે છે .આજે પણ દિવાળી ,ઈદ કે રાષ્ટ્રીય તહેવારોની રજામાં ફિલ્મને મોટો બિઝનેસ મળે છે સામાન્ય કરતા આ દિવસોમાં આશરે ૫૦% થી ૬૦% વધારે પ્રેક્ષકો મળે છે

૩ ભારતીય કુંટુંબ પાસે ફિલ્મ જોવા માટે નું એક જ સયુંકત બજેટ છે .અહી સ્ત્રીઓ માટે અલગ બાળકોની ફિલ્મો માટે અલગ એવા જુદા જુદા બજેટ નથી. આજે પણ યુવાનોને બાદ કરતા પરિવાર સાથે જ ફિલ્મ જોવા જવાય છે . આ સંદર્ભે ફિલ્મ ભારતીય ફિલ્મ નિર્માતા ખાસતો મુંબઈ બેઝ હિન્દી ફિલ્મ નિર્માતાઓ એ સ્પર્ધાત્મક થવાને બદલે ઈજારા શાહી પરિબળો પર ભરોસો કરી નફો મેળવવાની નીતિ અપનાવી . એટલે એક સાથે બધાજ સ્ક્રીન માં ફિલ્મ રજુ કરવી ..સલમાન રિતિક કે શાહરુખને આધારે નફો કમાવાની વૃત્તિ રાખવી ..દિવાળી કે ઈદ ના તહેવારો પર બજાર ને કવર કરી લેવું વગેરે..ઉત્તર ભારતના આખા ફિલ્મ ઉદ્યોગ પર જાણે બે ચાર કલાકાર બે ચાર નિર્માણ ગૃહો નો ઈજારો સ્થાપ્યો ને આને લીધે નાના નિર્માતાઓ અને પ્રાદેશિક ભાષાની ફિલ્મોના ધંધાને વ્યાપક નુકશાન થયું અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી તથા આવક પર ભારે અસર થઇ જેમ વસ્તુ બજારમાં મોટી કંપનીઓ મોટા પાયે મૂડી રોકાણ કરી ને નાની કંપનીઓ ને પછાડી દે, મોટા પાયે જાહેરાત ખર્ચ દ્વારા ગ્રાહકો ને ભ્રમિત કરી દે, બજારમાં મોટા પ્રમાણ માં જથ્થો ખડકી દે અને ગ્રાહકોની બધીજ આવક પડાવી લે ...બરાબર તેવીજ રીતે આ ફિલ્મ ઉદ્યોગ પણ ચાલવા લાગ્યો પણ  મરાઠીમાં લયભારી, નટસમ્રાટ ,કટાર કલ્જ્યત ઘુસેલ અને સેરાટ જેવી ફિલ્મો એ બમ્પર બિઝનેસ કર્યો. 

ગુજરાતીમાં છેલ્લો દિવસ ,ગુજ્જુભાઈ ધ ગ્રેટ ,બેયાર, કે કેવીરીતે જઈસ ..ચાલી અને કમાઈ, પંજાબીમાં .....સરદારજી ...ડિસ્કો સિંગ કે અંગ્રેજ, બંગાળીમાં .....ઝુલ્ફીકાર,વ્યોમ્કેસ કા ચીડિયા ખાના, અભિમાન, દક્ષીણ તો પહેલેથીજ ચેલેન્જ આપતું રહ્યું છે પણ હવે તે સીધું સ્પર્ધામાં આવી ગયું છે બાહુબલી ના બંને ભાગે ..હિન્દી ફિલ્મો ના એકાધિકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે. હિન્દીમાં ડબ થયેલી ઈંગ્લીશ ફિલ્મોના બિઝનેસે પણ હિન્દી ઈજારાને તોડ્યો છે

ભારતના વિવિધ પ્રદેશોની ફિલ્મો સારો બિઝનેસ કરવા લાગી છે અને રોકાણકારો તથા સિનેમા માલિકો ને પણ આ દિશા માં વિચારવાની ફરજ પડી છે ..પણ આ થવું જરૂરી છે, ભારતમાં આશરે ૧૦ થી ૧૨ કરોડ લોકો વરસમાં એકાદ વખત ફિલ્મ જોવા જાય છે અને ૨ થઈ ત્રણ કરોડ લોકો ત્રણ મહીને એક વાર ફિલ્મ જોવા જાય છે ફિલ્મ ઉદ્યોગ ૨૦૦૯ માં ૬૮૦૦ કરોડ નો હતો તે ૨૦૧૦ માં ૧૫૩૦૦ કરોડ નો થયો ( લગભગ ૧૮% નો વૃદ્ધિ દર ) હવે જો વાર્ષિક ૩૦૦૦ કરોડના હિન્દી ફિલ્મો ના કુલ બીસનેસ માં ત્રણ કે ચાર ફિલ્મ નિર્માણ ગૃહ ૧૨૦૦ થઈ ૧૬૦૦ કરોડ લઇ જાય તો આ વહેચણી ની અસામનતા ગણાય જે બદલવું જરૂરી હવે એવું બનવા જઈ રહ્યું છે કે ફિલ્મો અ વધતા બીસ્નેશ નો શેર અનેક હાથોમાં જશે

શામાટે પ્રાદેશિક ફિલ્મો ચાલવી જોઈએ

૧ આવકની પ્રદેશ ગત વહેચાની માં વધારો થાય
૨ દરેક પ્રદેશના કળા કસબીઓને રોજગારી મળે
૩ પ્રાદેશિક કળા અને સંસ્કૃતિ નો ફેલાવો થાય
૪ દર્શકોને પસંદગીની વધુ તકો અને વિવિધતા મળે
ચાર પાંચ લોકો નક્કી ના હી કરે કે ભારતમાં લગ્નો કેવી રીતે થાય છે .થોડાક લોકો આપડી પ્રેમની અભિવ્યક્તિ નક્કી નહિ કરે ગુજરાત શું વિચારે છે તે મુંબઈના નિર્માતા કરતા ગુજરત નો સર્જક વધુ સારી રીતે રજુ કરી શકશે અનેક ગાયકો અનેક અભિનેતાઓ અનેક કારીગરો ને તેમની તાકાત બત્વવાનો મોકો તોજ મળે જો પ્રાદેશિક ભાષાના ફિલ્મ ઉદ્યોગ નો વિકાસ થાય નાને સેરાત ,છેલ્લો દિવસ ,બાહુબલી ,ઝ્લ્ફ્કાર ,કે સરદારજી એ આપડી આ આશાને જીવાડી છે કુંપળ ફૂટી છે જોઈએ ઝાડ થતા કેટલી વાર લાગે છે