શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 20 જાન્યુઆરી 2020 (14:45 IST)

ઇન્ડિયન આઈડલ-૫ની રનર અપ રહી ચૂકેલી ભૂમિ ત્રિવેદીનું ‘વિદાય’ સોંગ સાભળ્યુ?

વડોદરાનો યુવા સૂર પ્રતિભાનું ખ્યાતનામ પ્રતીક એટલે ભૂમિ ત્રિવેદી. ઇન્ડિયન આઈડલ-૫ની રનર અપ રહી ચૂકેલી ભૂમિ આજે પણ દેશ-વિદેશના અનેક સ્ટેજ શોમાં ગુજરાત, વડોદરાનું નામ રોશન કરી રહી છે. એક જમાનમાં છાણી જકાતનાકા વિસ્તારની એમજીએમ સ્કૂલથી માંડીને બેસિલ સ્કૂલ સુધીના શાળા અભ્યાસમાં જ ગાયકીના ક્ષેત્રે પ્રતિભાનો ચમકારો બતાવી ચૂકેલી ભૂમિએ પોતાના મમ્મી સંગીતા બહેનની સાથે જ એક સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન ‘પરી હૂં મે..’ ગીત ગાયું અને તેની વ્યવસાયિક કારકિર્દીની સફર શરૂ થઈ ગઈ.

રોનડા બ્રાઉનના 'સિક્રેટ' પુસ્તકની ચાહક ભૂમિ ઇન્ડિયન આઈડોલની ત્રીજી સિઝનમાં પસંદગી ન પામતા નિરાશ થઈ હતી પણ પ્રયાસ કર્યો અને મળ્યો દેશને એક નવો યુવા અવાજ. ભૂમિ ત્રિવેદી આજકાલ હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલ્સના બેક ગ્રાઉન્ડમાં પણ પોતાનો સૂર આપી રહી છે. સંગીતના આકાશને આંબવાની સફળ સફરની શરૂઆત તેણે ક્યારનીય કરી દીધી છે. એવું કહેવામાં આવે છે કે એક સૌથી મુશ્કેલ વિદાય એ લગ્ન પછી પુત્રી ની વિદાય છે જેણે તેના લગ્ન પછી તેના માતાપિતા અને ઘર છોડવું પડે છે. અહીં પણ એક એવું ગીત છે જ્યાં પુરા હૃદયથી એક પુત્રી તેના ભાઈને તેમના માતાપિતાની સંભાળ રાખવા વિનંતી કરે છે જ્યારે તેણી ઘર માંથી વિદાય લે છે. પાર્થ ભરત ઠક્કરની પ્રતિષ્ઠિત મેલોડી સાથે ખૂબ જ પ્રતિભાશાળી ગાયક ભૂમિ ત્રિવેદીએ ગાયેલ ગીત 'વિદાય' પ્રસ્તુત છે. રીષિકેશ બારોટ અને પ્રિયા સરૈયા દ્વારા લખાયેલા શબ્દો આ પ્રકારની લાગણીઓને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.