શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 14 જાન્યુઆરી 2020 (14:19 IST)

13મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં વરૂણ ધવન સહિત સ્ટ્રીટ ડાન્સર ફિલ્મના સ્ટારકાસ્ટએ આપી હાજરી

ગુજરાત માટે ગુજરાતીઓ દ્વારા અનેક કાર્ય કરવામાં આવ્યા છે અને દેશ વિદેશ માં પણ ગુજરાતીઓ એ અનેક  કાર્યો કર્યા છે એ પછી ઉદ્યોગ ક્ષેત્રે હોય કે પછી, ફિલ્મજગત, રમતગમત, પોલિટિકલ, સામાજિક સેવા, લેખક, ગીતકાર દરેક ક્ષેતે ગુજરાતીઓ એ ખુબજ પ્રશંશનીય કાર્ય કર્યું છે અને એ કાર્ય ને બિરદાવવા ના હેતુસર બૉલીવુડ હબ દ્વારા  ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ નું આયોજન છેલ્લા 12  વર્ષો થી કરવામાં આવી રહ્યું છે. આ વખતે 13માં  ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ નું આયોજન રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં  સ્ટ્રીટ ડાન્સર ફિલ્મ ના સ્ટારકાસ્ટ એ હાજરી આપી.
નીચે મુજબ ના લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા 
1. સફીન હસન - યંગેસ્ટ આઇપીએસ ઓફ ઇન્ડિયા
2. રેમો ડિસુઝા - બૉલીવુડ કોરિયોગ્રાફર 
3. જીગરદાન ગઢવી 
4. ધ્વનિ ભાનુશાલી 
5. આદિત્ય ગઢવી 
6. કરસન સાગઠીયા 
7. કિરણ કુમાર 
8. કવિતા ચોપરા - ડિરેક્ટર, ઓશિયા રિટેલ સુપરમાર્કેટ 
9. વિશાલ સાવલિયા - યંગ બિઝનેશ આઇકન 
10. રમેશ પટેલ - સીએમડી ગોટીઝ ઇન્ફ્રાટેક લિમિટેડ 
11. અભિષેક શાહ - હેલ્લારો ફિલ્મ 
12. વિનોદ ભાનુશાલી - પ્રેસિડેન્ટ,ટીસિરીજ 
બૉલીવુડ હબના ડિરેક્ટર અત્રીશ ત્રિવેદીએ જણાવ્યું કે "આ અમારા માટે સૌભાગ્ય ની વાત છે કે અમે આ એવોર્ડ ની 13મી આવૃત્તિ સફળતાપૂર્વક પુરી કરી અને બૉલીવુડ ના લોકો એ હાજરી આપી 
આ કાર્યક્રમ માં વરુણ ધવન, રેમો ડિસૂજા, નૂરા ફતેહીના હસ્તે લોકો ને એવોર્ડ આપવામાં આવ્યા