ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 22 જુલાઈ 2019 (08:58 IST)

ગુજરાતનું નામ મુ્ઠ્ઠી ઉંચેરું કરનાર મહાનુભાવોને ગૌરવશાળી ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણું ગુજરાત- આગવું ગુજરાત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા આજે સન્માનિત થતા મહાનુભાવોએ પોતાની સાથે ગુજરાત ગૌરવ વધાર્યું છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીજી, સરદારની કલ્પનાને સાકાર કરવા માટે આ શ્રેષ્ઠીઓ-કલાકારોની રચનાત્મકતા ઉપયુક્ત બની રહેશે. ગુજરાતનું નામ વિવિધ ક્ષેત્રમાં મુઠ્ઠી ઉંચેરું કરનાર મહાનુભાવોનું ગૌરવશાળી ગુજરાતી એવોર્ડથી મુખ્યમંત્રીએ એક ગુજરાતી ચેનલ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જાહેર સન્માન કર્યું હતું. 
સન્માનિત થનાર મહાનુભાવોએ ઇમાનદારીથી કાર્ય કરી પોત પોતાના ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમનામાંથી અન્ય ગુજરાતીઓ પણ પ્રેરણા લેશે જ તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ મંતવ્ય-ચેનલ દ્વારા આવા સન્માનનો સરસ ઉપક્રમ યોજવા માટે ચેનલને અભિનંદન આપ્યા હતા. 
આ એવોર્ડ સમારંભમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપાના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પૂર્વ મંત્રી દિલીપભાઇ સંઘાણી, મેયર બિજલબેન પટેલ, શહેરના ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
 
વિવિધ ક્ષેત્રોમાં એવોર્ડથી સન્માનિત કરાયેલ મહાનુભાવોની યાદી 
 
૧. વેદપ્રકાશ ચિરીપાલ – ચેરમેન – ચિરીપાલ ગૃપ ટેક્ષટાઇલ 
૨. એન. કે. પટેલ – અર્બન પ્લાનિંગ – અર્બન હાઉસિંગ 
૩. શંકરલાલ પટેલ – પર્યાવરણ સુરક્ષા (વટવા જી.આઇ.ડી.સી) 
૪. પ્રવિણ કોટક – જે.પી. ઇન્ફાસ્ટ્રક્ચર ઇસ્કોન ગૃપ
૫.  જીતુભાઇ ચંદારાણા – શિક્ષણ સેવા (મારવાડી ગૃપ) 
૬.  દેવકી નંદન બંસલ – ઉદ્યોગકાર 
ગૌરવશાળી ગુજરાતી એવોર્ડ
 
૧. અંજલીબેન રૂપાણી - પુજીત રૂપાણી ટ્રસ્ટ 
૨. ગૌરાંગ વ્યાસ – સંગીત 
૩. નરેશ પટેલ – ખોડલધામ 
૪. ધનરાજ નથવાણી – રીલાયન્સ 
૫. નરેશ કનોડિયા – ફિલ્મ અભિનેતા
૬.  કિર્તીદાન ગઢવી – ગાયક
૭. ઐશ્વર્યા મજમુદાર – ગાયિકા
૮. ચંદુભાઇ ફળદુ – ઉદ્યોગકાર
૯. આશિષભાઇ શાહ – બાલાજી ગૃપ
૧૦. અશોક ગજેરા – સવન ફિલ્ડર્સ
૧૧. નરેન્દ્ર સમાણી – ધ ગ્રાન્ડ ભગવતી
૧૨. દિનેશ પટેલ – દેવસ્ય કિડની હોસ્પિટલ 
૧૩. વૈધ રાજેશ  ઠક્કર – નિસર્ગ આયુર્વેદ
૧૪. સમીર મનસુરી – ઉપચાર 
૧૫. પ્રફુલ્લભાઇ ગઢવી – ગઢવી એકેડમી
૧૬. ભરત કમાડિયા – સ્વચ્છતા
૧૭. શશિકાંત શર્મા – ઉદ્યોગકાર 
૧૮. નૈનેષ દધાણિયા – રેસ્ટોરન્ટ
૧૯. શૌરીન ભંડારી – મોટી વેશનલ સ્પીકર 
૨૦. અનિલ પંડ્યા – શિક્ષણ 
૨૧. મનદીપ પટેલ - 
૨૨. કિશોરભાઇ સાવંત – સ્ત્રી શિક્ષણ
૨૩. ભરત પંચાલ – ફૂડ  ઇન્ડસ્ટ્રીઝ 
૨૪. જીગર પટેલ – સ્વાગત ગ્રૃપ
૨૫. કિશોર પ્રજાપતિ – અમલ ગૃપ
૨૬. ડૉ. નિસર્ગ ધારૈયા – ડૉક્ટર 
૨૭. સુરેન્દ્ર છાજેડ  - ફિજીયોથેરાપી – યોગ 
૨૮. પ્રકાશ  મોદી – ઝવેરી
૨૯. પ્રહલાદ પરમાર – સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે
૩૦. ધનરાજ જેઠાણી – આજકાલ ગૃપ