બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 20 જુલાઈ 2019 (17:08 IST)

દિલ્હી/પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનુ 81ની વયે નિધન

કોગ્રેસની વરિષ્ઠ નેતા અને દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનુ  શનિવારે નિધન થઈ ગયુ. તે 81 વર્ષના હતા.  15 વર્ષ સુધી તેઓ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. 

તેઓ આજે સવારથે જ એસ્કૉટ્સ હોસ્પિટલમાં દાખલ હતી. સવારે તેમને ઉલ્ટી થઈ હતી. જ્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવુ કહેવાય રહ્યુ છે કે તેમને બપોરે 3.15 વાગે એટેક આવ્યો. 
 
લોકસભા ચૂંટણી દરમિયાન તેમને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા હતા. થોડા સમય માટે તેઓ કેરલની રાજ્યપાલ પણ રહી.  શીલા દીક્ષિત કોંગ્રેસ પાર્ટીની વરિષ્ઠ નેતા  હતી અને 1998 થે 2013 સુધી દિલ્હીની મુખ્યમંત્રી હતી. તેઓ સતત ત્રણવાર કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી રહી. દિલ્હીની વિધાનસભામાં તેઓ નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રનુ પ્રતિનિધિત્વ કરતી હતી. 
 
રાજનીતિમાં આવતા પહેલા તેઓ અનેક સંગઠનો સાથે જોડાયેલી રહી અને તેમને કામકાજી સ્ત્રીઓ માટે દિલ્હીમાં બે હોસ્ટેલ પણ બનાવડાવ્યા હતા. 
 
1984માં પહેલીવાર બની સાંસદ 
 
શીલ દીક્ષિતે પહેલીવાર 1984માં ઉત્તરપ્રદેશની કન્નૌજ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી. અહી તેમણે સમાજવાદી પાર્ટીના છોટે સિંહ યાદવને હરાવ્યા હતા.  1984થી 1989 સુધી સાંસદ રહેવા દરમિયાન તેઓ યૂનાઈટેડ નેશંસ કમીશન ઓન સ્ટેટસ ઓફ વીમેનમાં ભારતની પ્રતિનિધિ રહી ચુકી છે. તેઓ પછી કેન્દ્રીય મંત્રી પણ રહી. તેઓ દિલ્હી શહેરની મેયરથી લઈને મુખ્યમંત્રી પણ રહી.