સંબંધિત સમાચાર
- આજે 'વિકીડા'નો છે જન્મદિવસ, જાણો 'Birth Day Boy' સાથે જોડાયેલી રસપ્રદ વાતો
- આજે OTT પ્લેટફોર્મ શેમારૂમી ઉપર રિલિઝ થશે વેબ સિરિઝ ‘ષડયંત્ર’
- શેમારૂમી ગુજરાતી પર વધુ એક નવી ગુજરાતી વેબ સિરીઝ "ષડયંત્ર" રજૂ થશે
- લોકગીતો, ભજનોથી ઘર-ઘરમાં જાણીતાં બનેલા લોકગાયિકા દિવાળીબેન ભીલનો આજે જન્મદિવસ
- હવે થિએટર પહેલા તમે માણી શકો છો ફિલ્મની મજા શેમારૂમી ઓટીટી પ્લેટફોર્મ પર મલ્હાર ઠાકરની ફિલ્મ “સ્વાગતમ” સાથે
મારે તો મેળે' : લોન્ચ થયું ઈશાની દવેનું નવું નટખટ ગીત
આ ગીત કરવાનો વિચાર મને 2019થી હતો. અમે બે લોક ગીતોને જોડ્યા છે. માર તો મેળે અને રૂપાળી મેળે હાલ. અમે આ ગીતનું શૂટ પહેલુ લોકડાઉન આવ્યાના થોડા જ સમય પહેલા રાજસ્થાનમાં પૂર્ણ કર્યુ હતું. અને એ લગભગ ઇન્ડિયાનો છેલ્લો લોક મેળો હતો. અમારા શૂટ વખતે કોવિડનો ફેલાવો ઇન્ડિયામાં નહિવત હતો. અમે શૂટ 3 દિવસમાં પૂર્ણ કર્યુ.
આ ગીત ઈશાની દવેએ ગાયું છે તથા હરિઓમ ગઢવીએ વધારાના અવાજો આપ્યા છે. ભાર્ગવ પુરોહિતે વધારાના દુહા લખ્યા છે જે ગીતની શરૂઆતમાં આવે છે.
માર તો મેળે એ એક નટખટ મસ્તીભર્યું ગીત છે. આ પ્રકારનું ગીત મેં આજ સુધી નથી ગાયું. આપણી સંસ્કૃતિને ઉજાગર કરવામાં મારો હંમેશાથી રસ રહ્યો છે અને આપણી લોક સંસ્કૃતિને નવી પેઢી સમક્ષ ફરી લાવવાની મારી હંમેશાથી ઈચ્છા હતી.
Singer – Ishani Dave
Music - Traditional. Produced by White noise
Lyrics - Traditional. Additional lyrics by Bhargav Purohit.