રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 22 નવેમ્બર 2021 (12:32 IST)

ડિસેમ્બરમાં ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરશે જીગરદાન ગઢવી, મહામારી ખતમ થયા બાદ પરણશે

ગુજરાતી સિંગર જીગરદાન ગઢવીની ગર્લફ્રેન્ડ યતી ઉપાધ્યાય ઓસ્ટ્રેલિયાથી ગુજરાત આવી ગઈ છે. ડિસેમ્બરમાં બંનેની સગાઈ થવાની છે.
 
'લવની ભવાઈ' ફિલ્મમાં 'વ્હાલમ આવોને' સોન્ગ ગાઈ પ્રખ્યાત થયેલો ગુજરાતી સિંગર જીગરદાન ગઢવી હાલ અત્યંત થુશ છે. તેની ગર્લફ્રેન્ડ યતી ઉપાધ્યાય આખરે ભારત આવી ગઈ છે. કોરોના મહામારી તેમજ ભારત અને ઓસ્ટ્રેલિયા, કે જ્યાં યતી રહે છે ત્યાં લોકડાઉ લાગુ કરાતા કપલને લોન્ગ ડિસ્ટન્ટસ રિલેશનશિપમાં રહેવું પડ્યું હતું. જીગરદાન અને યતીએ અમદાવાદ ટાઈમ્સ સાથે વાતચીત કરતાં લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપના પડકાર તેમજ મહામારી વિશે વાત કરી હતી.