મંગળવાર, 18 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (15:08 IST)

નવરાત્રિના તહેવાર પહેલાં જ TIPS MUSIC દ્વારા નવું ગરબા ગીત 'માં ના રથડા' રિલીઝ કરાયું

New Garba song
કોરોનાના કેસો ઓછા થતાં હવે સરકારે શેરી ગરબાને મંજુરી આપી છે. ત્યારે ગરબાના રસીકો દ્વારા મંજુરી મળતાં જ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે કલાકારોએ પણ નવી ધુનો સાથે ગરબા રમાડવા માટે તૈયારીઓ કરી લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંગીત કલાકારોએ નવા ગરબા ગીતો રજુ કર્યાં છે. જેમાં એક નવું ગરબા ગીત પ્રતિભાશાળી ગાયક દિવ્ય કુમાર દ્વારા રજુ કરવામાં આવ્યું છે. 
 
નવું ગરબા ગીત 'માં ના રથડા' રિલીઝ કરવા પર પ્રતિભાશાળી ગાયક દિવ્ય કુમારએ જણાવ્યું, “આ એક આનંદિત, લેઝિમ બીટ્સના ફ્યુઝન સાથેનું ગરબા ગીત છે. જે મારી મિત્ર પ્રિયા સરૈયાએ સુંદર રીતે લખ્યું છે. પ્રિયા અને મેં નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં 10 થી વધુ વર્ષોથી પરફોર્મ કર્યું છે, તેથી આ તહેવાર મારા હૃદયની ખૂબ જ નજીક છે અને દર વર્ષે હું ગરબા ગીતો ગાઈને "માતાજી" ના આશીર્વાદ લેવા માંગું છું.”

 
તેમણે ગીત વિષે વધુમાં ઉમેર્યું, “મેં લોકડાઉન દરમિયાન ‘માં ના રથડા’ કંપોઝ કર્યું હતું અને મને ખુશી છે કે તે ટિપ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર રિલીઝ થયું છે. ટીપ્સ સાથે ગીતો કરવામાં મને હંમેશા આનંદ થયો છે.”