મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By
Last Updated : બુધવાર, 4 ઑક્ટોબર 2023 (16:53 IST)

નવરાત્રિ માટે બ્યુટી ટ્રીટમેન્ટ બોડી અને બૅક પોલિશિંગ

back polishing treatment
back polishing treatment
નવરાત્રિમાં યુવકો અને યુવતીઓ ફેશનેબલ દેખાવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો અને શક્ય તેટલા ખર્ચા પણ કરે છે. ટ્રેડિશનલ ડ્રેસની ખરીદીની સાથે સાથે દેખાવ પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. યુવતીઅોમાં હાલ બૅકલેસ ચોલીની ફેશન છે અને તેથી જ નવરાત્રિમાં બૅક અને બોડી પોલિશિંગનો ક્રેઝ પણ ટોચ પર હોય છે. અા અંગે ટિપ્સ અાપતાં ધ બૅબ હેર અેન્ડ બ્યુટી સ્ટુડિયોનાં નીતુ હરિયાણીએ જણાવ્યું કે, નવરાત્રિના નવ દિવસ સુંદર દેખાવા માટે યુવતીઓ ખાસ બોડી અને બૅક પોલિશિંગ કરાવે છે. બોડી અને બૅક પોલિશિંગના મુખ્ય ત્રણ હેતુ ગણાવતા તેમણે જણાવ્યું કે, લકઝરી માટે, ડેડ સ્કિન અને પિગમેન્ટેશન દૂર કરવા માટે બોડી અને બૅક પોલિશિંગ કરાવાય છે. નવરાત્રિમાં બૅક પોલિશિંગનો ક્રેઝ વધુ રહે છે. બોડી પોલિશિંગ રૂ. ૮૦૦થી ૨૦૦૦ની કિંમતમાં થાય છે, જ્યારે બૅક પોલિશિંગ રૂ. ૫૦૦થી ૧૦૦૦માં થાય છે.
 
પોલિશિંગના પ્રકાર 
બોડી અને બૅક પોલિશિંગ બાયસોલ્ટ અને રેડી એમ બે પ્રકારે થાય છે. બાયસોલ્ટ પોલિશિંગ ક્રીમ બેઝડ હોય છે, જ્યારે રેડી પોલિશિંગ જૅલ બેઝડ હોય છે.
 
સ્કિન ટાઈપ પ્રમાણે પોલિશિંગની પસંદગી 
જાે તમારી સ્કિન સેન્સટિવ, થિન અને ડ્રાય હોય તો તમારે ક્રીમ બેઝડ પોલિશિંગ પસંદ કરવું જાેઈઅે. સેન્સટિવ સ્કિન હોય તો બોડી મસાજ લીધા બાદ જ પોલિશિંગ કરાવવાનો ખાસ આગ્રહ રાખવો જે પોલિશિંગ પસંદ કરો તે અોછા ગ્રેન્યુઅલ્સવાળું નાના કણવાળું હોય તે ખાસ જોવું. જો વધુ ગ્રેન્યુઅલ્સ હોય તો તેનાથી સ્કિન છોલાઈ જવાનો ભય રહે છે. પોલિશિંગ કરાવતા પહેલાં મસાજનો આગ્રહ રાખવો જે રિલેક્સેશન માટે તેમજ સ્કિનના વધુ નિખાર માટે જરૂરી છે.
 
પોલિશિંગ સીટિંગ અંગે 
પોલિશિંગથી બોડી અને બેકની સ્કિનનો નિખાર આવવાની સાથે સાથે તે સ્કિન પરના સ્પોટને પણ લાઈટ કરી શકે છે. જાે અા સ્પોટ તાજાે અેટલે કે નજીકના સમયમાં જ પડ્યો હોય તો છથી આઠ સીટિંગ લીધા બાદ તે સંપૂર્ણપણે દૂર થઈ શકે છે અને જાે સ્પોટ જૂનો હોય તો તે લાઈટ થઈ શકે છે.