ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 15 ઑક્ટોબર 2021 (11:59 IST)

ભૂમિ ત્રિવેદી અને રાહુલ વૈદ્યના 'ગરબે કી રાત’ આલ્બમમાં અશોભનીય દૃશ્યો સામે કિર્તિદાન ગઢવી અને રાજભા ગઢવીએ વિરોધ નોંધાવ્યો

સિંગર ભૂમિ ત્રિવેદીના ગીત 'ગરબે કી રાત'નો વિવાદ ચગ્યો છે. રાજકોટમાં સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે. આ ઉપરાંત માઁ મોગલ અને માઁ મેલડીના આ ગીતમાં ગરબા સાથે અશ્લીલ ડાન્સ-દ્રશ્યો આવતા સોશ્યલ મીડિયા પર ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે.
 
લોક સાહિત્યકાર રાજભા ગઢવીને આ ગીત તેમના ચાહક વર્ગ દ્વારા મોકલવામાં આવ્યું હતું, અને ગીતમાં વર્ણવાયેલા શબ્દો અને ડાન્સને લઈને મોટો વિરોધ શૂર રેલાવવામાં આવ્યા. રાજભા ગઢવીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય , તેમને રાહુલ વૈધને ખુલ્લો આપતા કહ્યું છે કે આ ગીતને તાત્કાલિક ધોરણે સોશ્યલ સાઈટ પરથી ઉતારી દેવામાં આવે. હિન્દી શબ્દનો પ્રયોગ કરી વિરોધ કર્યો કે યે ગીત ઉતર જાના ચાહિયે વરના અચ્છા નહીં હોગા. હમ જો કહેતે હૈ વો કરતે ભી હૈ. આમ આ ગીતને લઈને અન્ય કલાકારો પણ રોષ ઠાલવી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર લોકો ગીતની ઝાટકણી કાઢી માફી માંગવાની વાત કરી રહ્યા છે. જેને લઈ બૉલીવુડ કલાકાર રાહુલ વૈધએ માફી માંગતા કહ્યું છે કે, મોગલ માતાના નામને લઇને અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના કે કોઇને ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નહતો, આ ભૂલ અજાણતા થઇ છે જેને લઈને હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માંગુ છું. માતાજીની ભક્તિને ધ્યાને લઇ મેં ગીત બનાવ્યું હતું, કોઇની ભાવના કે કોઇને ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નહોતો, મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઇશ, શિન - રવિની રજાને લઇને ટીમ રજા પર છે, મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે. મને 3 દિવસનો સમય આપશો, ત્યાં સુધી સંયમ રાખશો.
 
જોકે, મોગલધામ લુવારીયાના વહીવટકર્તા અને મૂળ લાઠી અને હાલ રાજકોટના કાલાવડ રોડ પર રહેતા એડવોકેટ કુલદીપ આર. દવેએ સાયબર ક્રાઈમમાં અરજી કરતા કહ્યું છે કે, હિન્દૂઓની ધાર્મિક લાગણી દુભાવનાર તે પ્રકારના વીડિયો બનાવનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે, રાહુલ વૈદ્યના વીડિયોમાં દેવી દેવતાઓનું અપમાન કરતું કન્ટેન્ટ છે. માતાજીના ગીતમાં બિભસ્ત ચેન ચાળા અને અંગ પ્રદર્શનના દ્રશ્યો મૂક્યા છે. તેમણે સાયબર ક્રાઈમના અધિકારી સમક્ષ વીડિયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. 
 
વિવાદ શુ છે?
 
ગરબે કી રાત ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં "રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો. રમવા આવો માંડી રમવા આવો આજ માત મોગલ માડી રમવા આવો" તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે પણ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે. લિરિક્સ જ્યારે વાગે છે ત્યારે નીયા શર્મા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.