ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 30 જુલાઈ 2021 (16:57 IST)

સફળ ગુજરાતી ફિલ્મ ‘ટીચર ઓફ ધ યર’ નું શેમારૂમી પર વર્લ્ડ ડિજીટલ પ્રિમીયર થશે.

શેમારૂમીના સબસ્ક્રાઇબર્સ એપ પર 5 ઓગસ્ટ 2021 થી ‘ટીચર ઓફ ધ યર’ ફિલ્મને નિહાળી શકશે.
ગુજરાત, જુલાઈ 2021 : શેમારૂમી 5 ઓગસ્ટથી બ્લોકબસ્ટર ફિલ્મ 'ટીચર ઓફ ધ યર'  ને રિલીઝ  કરવા તૈયાર છે. શેમારૂમી એપ એ ભારતનું પહેલું એવું રિજનલ OTT પ્લેટફોર્મ બન્યું છે જે દર અઠવાડિયે દર્શકો નવું કન્ટેન્ટ આપવાનું વચન આપે છે.   શેમારૂ એન્ટરટેઈનમેન્ટ ઘણા લાંબાગાળાથી દરેક ગુજરાતીઓના ઘરનો એક ભાગ બની ચૂક્યું છે અને ગુજરાતીઓને મનોરંજન આપી રહ્યું છે. દર્શકોને નવા કન્ટેન્ટ આપવાના વચન મુજબ શેમારૂમીએ હાલમાં વેબસીરીઝ ષડયંત્ર, વાત વાતમાં, અનનોન ટુ નોન અને સૌપ્રથમ ડિજીટલ ગુજરાતી ફિલ્મ સ્વાગતમ રિલીઝ કરી જેને દર્શકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો અને હવે બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ 'ટીચર ઓફ ધ યર' ની રિલીઝ સાથે દર્શકોને વધુ મનોરંજન પૂરું પાડવા માટે શેમારૂમી તૈયાર છે.  


આ ફિલ્મ એ શિક્ષણ પદ્ધતિ ઉપર આધારિત છે. ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઇ હતી. ડૉ. વિક્રમ પાંચાલ, શૌનક વ્યાસ દ્વારા નિર્દેશીત તથા જયંતીભાઈ આર. ટાંક અને પાર્થ ટાંક દ્વારા પાર્થ ટાંક પ્રોડક્શન હેઠળ આ ફિલ્મનું નિર્માણ થયું છે. કરુણા, આવેગ અને ઉત્કૃષ્ટતાથી ભરપુર એક આદર્શ અને વ્યવહારુ જીવનનો અભિગમ શીખવતી આ વાર્તા જે શિક્ષક અને વિદ્યાર્થીના અનેરા સંબંધને જીવનના વીતેલા પાઠ જે ક્યાંક ને ક્યાંક ભવિષ્યને સાંકળે છે.આ ફિલ્મમાં મનોરંજન  જગતના જાણીતા કલાકારો જેવા કે શૌનક વ્યાસ, આલિશા પ્રજાપતિ, મેહુલ બુચ,રાગી જાની, જીતેન્દ્ર ઠક્કર, અર્ચન ત્રિવેદી, મીરા આચાર્ય અને નિસર્ગ ત્રિવેદીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
 
આલિશા પ્રજાપતિ જણાવે છે, "મને ખુશી છે કે શેમારૂમી એ ટીચર ઓફ ધ યર ફિલ્મને ડીજીટલ રજુ કરવાનું નક્કી કર્યુ. આ ફિલ્મ ની રજુઆતના સમાચાર દર્શકોને ચોક્કસથી ગમશે જેઓ આતુરતાથી આ ફિલ્મની OTT રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. દર્શકોને હું એટલું જ કહીશ કે તૈયાર થઇ જાઓ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના અનેરા સંબંધને માણવા 5 ઓગસ્ટથી માત્ર શેમારૂમી પર."
 
શૌનક વ્યાસ કહે છે, "શેમારૂમી સુપરહિટ ફિલ્મ ટીચર ઓફ ધ યરનું 5મી ઓગસ્ટથી પોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ પ્રીમિયર કરશે અને હું દર્શકોનો આ OTT રિલીઝનો પ્રતિસાદ જોવા માટે આતુર છુ. મને ખાતરી છે કે ચાહકો આ ફિલ્મને પોતાના પરિવાર સાથે ઘરે બેઠા એન્જોય કરશે અને એટલો જ પ્રેમ અને પ્રતિસાદ આપશે જેટલો આ ફિલ્મની થીએટર રિલીઝને ના સમયે આપ્યો હતો.”
 
મેહુલ બુચ જણાવે છે, "ટીચર ઓફ ધ યરના શેમારૂમી પર વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર માટે હું ખાતરી સાથે કહું કે દુનિયાભરના ગુજરાતી દર્શકો આ ફિલ્મને નિહાળશે અને પસંદ કરશે જે 5 ઓગસ્ટથી રજુ થશે.”
શેમારૂમી ગુજરાતી મનોરંજનને એક સ્તર ઉપર પહોંચાડી રહ્યું છે. જે ઓરીજીનલ્, નાટકો, ફિલ્મો અને 500 થી વધારે ગુજરાતી ટાઈટલ અને પ્રચલિત શો પ્રદાન કરે છે. 
 
શેમારૂ એન્ટરટેઇન્મેન્ટ વિશે :
 
શેમારૂમી  એ ભારતના અગ્રણી કન્ટેન્ટ પાવર હાઉસ, શેમારૂ  એન્ટરટેઈનમેન્ટ લિમિટેડની ઓવર-ધ-ટોપ (ઓટીટી) વિડિઓ સ્ટ્રીમિંગ એપ્લિકેશન છે. મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં રહીને 57 વર્ષ કરતાં વધુ સમય પછી, શેમારૂ હવે ડિજિટલ ઇકોસિસ્ટમના મહત્વના ભાગ રૂપે વિકસિત થયું છે. શેમારૂમી એ એક વિશિષ્ટ એપ છે જ્યાં ઓથેન્ટિક ઇન્ડિયન વિડિઓ કન્ટેન્ટ જેવાકે બોલીવુડ, ગુજરાતી, ધાર્મિક, પંજાબી અને બાળકો માટેની વિશેષ કેટેગરી જે દરેક વયજૂથોના લોકોને પોતપોતાની પસંદગી અનુસાર જોઈ શકે. શેમારૂમી યુઝર્સને પોતાની ઈચ્છા અનુસાર કેટેગરી પસંદ કરવાની પુરેપુરી છૂટ આપે છે અને સાથોસાથ તેનું પેમૅન્ટ પણ અલગ કરી શકાય છે. શેમારૂમીની બોલિવૂડના પ્રીમિયર હેઠળ એક અનોખી ઓફર પણ છે - પ્લેટફોર્મ દર શુક્રવારે વિવેચક રીતે વખાણાયેલી બોલિવૂડ મૂવીનું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર કરે છે. શેમારૂમી ગ્રાહકોને વિવિધ કેટેગરીમાંથી સબ્સ્ક્રિપ્શન્સ પસંદ કરવાની તક આપે છે. શેમરૂમીને ભારતમાં બહોળા પ્રમાણમાં સ્વીકૃતિ મળી છે અને હાલમાં જ યુ.એસ.ના બજારમાં દક્ષિણ પૂર્વ, મધ્ય પૂર્વ એશિયા, યુકે અને અન્ય ભારતીય ડાયસ્પોરા બજારોની સાથે લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં શેમારૂમી અનેક ભૌગોલિક સ્થળોએ ઉપલબ્ધ છે, તેની ઉપસ્થિતિ 150 દેશોમાં છે જ્યાં ગ્રાહકો આરામથી અનંત મનોરંજનનો અનુભવી શકે છે. ગ્રાહકો ગૂગલ પ્લે, આઇઓએસ એપ સ્ટોર અને http://shemaroome.com/ પરથી શેમારૂમી ઓટીટી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. શેમરૂમી એ પ્રેક્ષકોને એપલ ટીવી, એમેઝોન ફાયર ટીવી સ્ટીક, ક્લાઉડ વોકર ટીવી, એમ આઈ ટીવી, રોકુ અને અન્ય વિવિધ પ્લેટફોર્મ્સ પર સબ્સ્ક્રાઇબ કરવા માટે પણ ઉપલબ્ધ છે.