રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (17:06 IST)

અમદાવાદી સૂરજ ચૌહાણ બોલિવૂડના ધર્મા પ્રોડક્શનની ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કરશે

મ્યુઝિક ક્ષેત્રે જેને પોતાનું નામ ગૂંજતુ કર્યું છે તેવા સૂરજ ચૌહાણના આલ્બમની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વખતે ફક્ત આલ્બમ કે શૉમાં જ નહીં પરંતુ સૂરજ ચૌહાણ બૉલિવૂડના ફેમસ એવા ધર્મા પ્રોડક્શનની નેટફિ્‌લક્સ પર આવી રહેલી ફર્સ્ટ ઓરીજનલ ફિલ્મ ડ્રાઈવમાં બ્લેક કાર સોંગ માં પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. બોલિવૂડના ધર્મા પ્રોડક્શનનો નેટફિ્‌લક્સ સાથેનો આ પહેલો પ્રોજેક્ટમાં છે જેના લીડ રોલ તરીકે સુશાંતસિંહ રાજપૂત અને જેકલીન ફર્નાન્ડીઝ સહીતના મોટા ગજાના કલાકારો જોવા મળશે. અત્યાર સુધી અમદાવાદમાંથી સિંગગ ક્ષેત્રે બોલિવૂડ સાથે જોડાઈને કામ કરવાનો મોકો બે કે ત્રણ જ લોકોને મળ્યો છે. જેમાં સિંગિગમાં પ્લેબેક સિંગર તરીકે આ રીતનો ચાન્સ સૂરજને મળ્યો છે જે સરાહનીય છે.
 
ધર્મા પ્રોડક્શન કે જેની ફિલ્મો બૉલિવૂડના કલાકારોને મળી જાય તો પણ કેટલાક કલાકારો સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ એ ફિલ્મ કરવા માટે રાજી થઈ જતા હોય છે. તેવામાં આટલા મોટા પ્રોડક્શન સાથે શહેરના જાણીતા સિંગર સૂરજ ચૌહાણને આ મોકો મળ્યો છે. ધર્મા પ્રોડક્શન આગામી સમયમાં તેની આ ફિલ્મ નેટફિ્‌લક્સ જેવા મોટા પ્લેટફોર્મ પર લઈને આવી રહ્યું છે. જેમાં સૂરજનું પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કરવું તે દરેક અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે ઘણા ગૌરવરની વાત છે.  
 
સૂરજ ચૌહાણ કે જેને યંગ એજમાં  ૨૦૦થી વધારે મ્યુઝિક શો કર્યા છે. આ પહેલાના ઓલ્બમના સોન્ગ કે જેમાં ‘‘બેચલર પાર્ટી’’, ‘‘બબુચક’’ વગેરે ઘણા સફળ રહ્યા હતા. આ સોન્ગ ભૂતકાળમાં લોકોમાં ફેમસ બન્યા હોવાથી આગામી સમયમાં નવા મ્યુઝિકના પ્રોજેક્ટ આવી રહ્યા છે જેમાં ન્યૂ અર્બન ગુજ્જુ સોન્ગ ‘‘આંખોમાં ઉપસી છબી’’ જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  
 
સૂરજ ચૌહાણે કાર્નિવલ, કોલેજ ફેસ્ટ એન્ડ યુનિવર્સિટી કલ્ચરલ ફેસ્ટ, પબ્લિક ઈવેન્ટ, પ્રોપર્ટી શૉ વગેરે પ્લેટફોર્મ પર પરફોર્મન્સ આપી લોક ચાહના મેળવી છે આ સાથે વિદેશોમાં પણ પરફોર્મન્સ કર્યું છે ત્યારે તે હવે ધર્મા પ્રોડક્શન સાથે મળીને અમદાવાદ તેમજ ગુજરાતનું નામ પણ રોશન કરશે.  
 
આ અંગે સૂરજ ચૌહાણે વધુમાં કહ્યું હતું કે, આ રીતે પ્લેબેક સિંગર તરીકે જોડાવું એ મારા માટે ઘણી ગૌરવની વાત છે. જેની પાછળ મ્યુઝિક ડિરેક્ટર જાવેદ મોસીનની મહેનત પણ જવાબદાર છે જેમને મને આ બ્રેક અપાવ્યો છે. 
 
હું તેમની સાથે ઘણા સમયથી જોડાએલો હતો જેથી મારા કાર્યને સારી રીતે જાણતા મને ટેલેન્ટના આધારે આ મોકો મળ્યો છે. હું છેલ્લા ૧૨ વર્ષથી મ્યુઝિક ક્ષેત્રે જોડાઈને કામ કરતો આવ્યો છું. આગામી સમયમાં હું મારી જાતને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મહેનતના આધારે પ્રૂવ કરતો રહીશ.