શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2021 (20:00 IST)

“મારે તે ગામડે એકવાર આવજો” નવા અંદાજમાં થયુ રીલિઝ, ન જોયુ હોય તો જુઓ

આ નવું સુપરહીટ ગુજરાતી ગીતને હરેશભાઇ પટેલે પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કર્યું છે તથા જાણતા ગાયક મનાલી ચતુર્વેદી અને ભવેન ધાનકે તેને સ્વર આપ્યો છે. જાણીતી મ્યુઝિક ડાયરેક્ટર જોડી કાશી કશ્યપ અને રિચર્ડ મિત્રાએ મ્યુઝિક કમ્પોઝ કર્યું છે. વર્ષ 1988ની સુપરહીટ ફિલ્મ “દેશ રે જોયા દાદ પરદેશ જોયા”ના અભિનેતા હિતેન કુમાર અને રોમા માણેકના સુપરહીટ ગીત “મારે તે ગામડે એકવાર આવજો”ના જાદૂને પુનર્જીવિત કરવામાં આવ્યો છે.
 
આ ફિલ્મને ગોવિંદ પટેલે ડાયરેક્ટ કરી હતી તથા હિતેન કુમાર, રોમા માણેક અને અરવિંદ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં હતાં. ઓરિજનલ સોંગનું મ્યુઝિક અરવિંદ બારોટે કમ્પોઝ કર્યું હતું. આ દાયકાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી અને હજી પણ ગુજરાતી ફિલ્મમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો પૈકીની એક છે.
 
આ વિડિયોમાં લીડ સિંગર મનાલી પણ જોવા મળશે, જેઓ જાણીતા રિજનરલ રેપર અને ફોક સિંગર છે, જેના કારણે આ સોંગ વધુ કન્ટેમ્પરરી બનશે અને આજના યુવાનો અને દર્શકો સાથે સુસંગત પણ બનશે. ઉલ્લેખનીય છે કે ગોવિંદ પટેલ ગુજરાતી સિનેમાના મનમોહન દેસાઇ તરીકે પણ ઓળખાય છે અને તેમના પુત્ર હરેશભાઇ પટેલ આ 2021 મ્યુઝિક વિડિયોના પ્રોડ્યુસર છે.
હિતુ કનોડિયા લોકપ્રિય ગુજરાતી અભિનેતા અને રાજકારણી છે તથા તેમણે બાળપણમાં જ અભિનય સાથે કારકિર્દી શરૂ કરીને આજની તારીખમાં 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આરતી ભાવસાર પણ જાણીતા અભિનેત્રી અને મોડલ છે, જેમણે સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મો અને મ્યુઝિક આલ્બમ વિડિયોઝમાં કામ કર્યું છે.
 
આ નવા મ્યુઝિક વિડિયોમાં હિતુ કનોડિયા આર્મીના એક અધિકારીની ભૂમિકા ભજવી રહ્યાં છે, જેઓ રજાઓમાં ઘરે પરત ફરે છે તથા મૂળ ગીતનો સાર અને ભાવ બંન્ને જાવી રાખે છે. એક નવા કન્ટેમ્પરરી લૂક અને ફીલ સાથે નવા ડાન્સ સ્ટેપ, બેકગ્રાઉન્ડ ડાન્સર્સ અને મ્યુઝિક કમ્પોઝિશનથી ગીતને નવો ઓપ આપવાનો પ્રયાસ કરાયો છે. 
 
ઉલ્લેખનીય છે કે અભિનેતાએ મૂળ ગીત સાથે સ્ટેપ-બાય-સ્ટેપ તાલ મિલાવવાની સાથે-સાથે પોતાની ખાસિયતોને પણ સામેલ કરીને ગીતને આજના યુવા દર્શકો સાથે સુસંગત બનાવ્યું છે. મ્યુઝિક પ્રોગ્રામિંગ અક્ષત અને આર્યમાને કર્યું છે તથા આકાશ દેવ તેના મિક્સિંગ અને માસ્ટરિંગ છે.
 
આ નવો વિડિયો અલ્ટ્રા ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ બનશે, જેના 1.1 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. અલ્ટ્રાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા 50 મિલિયન (5 કરોડ)થી વધુ સબસ્ક્રાઇબર્સ અને ફોલોઅર્સને આકર્ષી રહ્યું છે.
 
 
અલ્ટ્રા મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ગ્રૂપના સીઇઓ સુશિલકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે હિતેન કુમાર અને ગોંવિદ પટેલજી જેવાં મહાન કલાકારોના ભૂતકાળના જાદૂઇ કામોને વર્તમાન પેઢી સાથે નવા રંગમાં રજૂ કરતાં ઉત્સાહિત છીએ. ગોવિંદજીએ ઘણાં સુપરહીટ ગુજરાતી ગીતો આપ્યાં છે અને અલ્ટ્રા તેમાંના કેટલાંક હીટ હીતોને ટૂંક સમયમાં રિક્રિએટ કરશે. 
 
અમારા છેલ્લો વિડિયો “સાજન તારા સંભારણા”ને તાજેતરમાં રીલિઝ કરવામાં આવ્યો છે, જેને અપાર સફળતા પ્રાપ્ત થઇ છે અને આજની તારીખમાં 8  લાખથી વધુ વ્યૂ હાંસલ કર્યાં છે. અલ્ટ્રા ગુજરાતી, મરાઠી, હિન્દી, પંજાબી અને બંગાળી ભાષામાં નવા મ્યુઝિક વિડિયોના ખ્યાલ સાથે ફરી એકવાર મ્યુઝિક ક્ષેત્રે હલચલ મચાવશે.”
 
લોકપ્રિય અભિનેતા હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, “મૂળ ગીતનો જાદૂ કંઇક અલગ છે અને મહાન અભિનેતાઓએ તેમની પોતાની શૈલીમાં આ ગીતોને યાદગાર બનાવ્યાં છે. મને વિશ્વાસ છે કે રિક્રિએટ કરાયેલું ગીત આજના સમયમાં હીટ સાબિત થશે. જૂના ગુજરાતી ગીતો આપણી સંસ્કૃતિની ઓળખ છે અને તેને નવી પેઢી સુધી પહોંચાડવા સમયની માગ છે.”