ગુરૂ પૂર્ણિમા - આ મંત્રોના જાપથી તમારી મુશ્કેલીઓ દૂર થશે

guru purnima

જે લોકોની કુંડળીમાં ગુરૂ અશુભ હોય છે. તેમને સફળતા મળવામાં શંકા
હોય છે.
કારણ કે તેઓ ક્યારેય નેતૃત્વ નથી કરી શકતા. કાયમ બીજાના નેતૃત્વમાં જ કાર્ય કરે છે. તેમના લગ્નમાં મુશ્કેલીઓ આવે છે અને વાણી સંબંધી દોષ પણ થાય છે. બીજી પણ અનેક સમસ્યાઓ આ જાતકોને ધેરી લે છે. પણ નીચે લખેલ મંત્રોનો જપ કરવાથી તેમની આ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ મંત્રોના જાપથી પ્રતિકૂળ ગુરૂ પણ અનુકૂળ ફળ આપવા માંડે છે. આ મંત્ર આ પ્રકારનો છે.


તાંત્રિક
મંત્ર - ग्रां ग्रीं ग्रौं स: गुरुवै नम:

બીજ મંત્ર - ऊँ बृं बृहस्पतये नम:

લધુ મંત્ર -
ऊँ ऐं क्लीं बृहस्पतये नम:।

જપ વિધિ

- આમાંથી કોઈ એક મંત્ર પસંદ કરો જેનો જપ તમે કરવા માંગો છો.
- ગુરૂપૂર્ણિમાના દિવસે સવારે જલ્દી ઉઠીને દેવગુરૂ બૃહસ્પતિની મૂર્તિની પૂજા કરો અને તેમણે પીળી વસ્તુઓ અર્પિત કરો - જેવીકે પીળા ફળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર વગેરે.

- ત્યારબાદ પૂર્વ દિશા તરફ મોઢુ કરીન કૃશના આસન પર બેસીને પીળા ચંદનની માળાથી આ મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ કરો.

- ઓછામાં ઓછા 11 માળા જપ જરૂર કરો. જો આ મંત્રોનો જપ રોજ કે દર ગુરૂવારે કરો તો પણ સારુ ફળ મળશે.

- જપનો સમય સ્થાન આસન અને માળા એક જ હોય તો જલ્દી ફળ મળે છે.


આ પણ વાંચો :