શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

આટલુ કરી જુઓ

- મેથીનું ચૂર્ણ દહીં સાથે ભેળવી ખાવાથી પેટમાં આવતી ચૂંક મટી જાય છે.
- કોલેરાના દર્દીને વારંવાર ડુંગળીનો રસ પીવડાવવાથી આરામ મળે છે.
- ખાવાનો સોડા અને વાટેલી હળદર ભેળવીને દાંત પર હળવા હાથે ઘસવાથી દાંત હલતા બંધ થઇ જાય છે.
- પિત્ત પ્રકૃત્તિવાળી વ્યક્તિએ રોજ રાત્રે ઠંડા દૂધમાં ૩ એલચી નાખી પીવાથી રાહત મળશે.
- દહીં અને મલાઇનો લેપ પાંપણો ઉપર કરવાથી ગરમી અને બળતરા દૂર થાય છે.
- ફૂટેલા માટલાનો ટુકડો પથ્થર પર ઘસીને એનો લેપ આંજણી પર લગાવવાથી આંજણી મટી જશે.
- સફરજનના પાંદડાં વાટી એની પોટલી બનાવી, ઉઘતી વખતે આંખ પર બાંધવાથી આંખો દુખતી હોય તો રાહત મળે છે, લાલાશ દૂર થાય છે તેમજ સોજો અને દુખાવો પણ મટી જાય છે.
- દરરોજ બે સંતરાનો રસ સવારે નાસ્તો કરતા પહેલા પીવાથી એક અઠવાડીયામાં કબજીયાત દૂર થાય છે.