શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

આરોગ્યપ્રદ : જાણો સંધિવાના સફળ ઈલાજ HTO ટેક્નીક વિશે

P.R
HTO ટેક્નીક મેડિકલ સાયન્સની એક નવી ટેક્નીક છે જેના માધ્યમ દ્વારા ઘૂંટણ પીડિત વ્યક્તિની સારવાર કરવામાં આવે છે. સંધિવા કે પછી ઘૂંટણની કોઇ સમસ્યા સામે ઝઝૂમતા રોગીઓ માટે આ ટેક્નીક કારગર છે. આ નવી ટેક્નીક દ્વારા ઘૂંટણ પ્રત્યારોપણથી સરળતાથી બચી શકાય છે. જાણીએ એચટીઓ ટેક્નીક વિષે.

ઘણાં કેસો એવા હોય છે જેમાં ઘૂંટણ પ્રત્યારોપણની જરૂર પડે છે પણ એચટીઓ વિધિ દ્વારા ઘૂંટણ પ્રત્યારોપણની સ્થિતિથી બચી શકાય છે.

ઘૂંટણ પીડિતો માટે એચટીઓ ટેક્નીક એ સ્થિતિઓમાં કારગર રહે છે જ્યારે પીડિતના ઘૂંટણ વળી ગયા હોય છે, ઘૂંટણની અંદર બહુ પીડા થતી હોય છે, સીડીઓ ચઢવા-ઉતરવામાં રેલિંગની મદદની જરૂર પડે છે, જૂતાં-ચંપલ એડીના ભાગેથી બહુ જલ્દી ઘસાઇ જાય છે, જમીન પર ઉઠવા બેસવામાં મુશ્કેલી થતી હોય, વધારે દૂર સુધી ચાલીને જવામાં અક્ષમ રહેવું, સવાર-સવારમાં ઘૂંટણમાં પીડા થવાની ફરિયાદ રહેવી વગેરે.

આજે તો સંધિવાનો સફળ ઇલાજ સંભવ છે. એક તરફ જ્યાં ઓસ્ટિયો આર્થરાઇટિસ માટે ઘૂંટણ પ્રત્યારોપણ એકમાત્ર ઇલાજ છે, ત્યાં હવે એચટીઓ એટલે કે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટૅમી(High Tibial Osteotomy) ટેક્નીકે ઘૂંટણ પ્રત્યારોપણના રોગીઓ માટે ઇલાજના નવા વિકલ્પો ખોલ્યા છે. એચટીઓ આજના સમયમાં ઘૂંટણથી પરેશાન રહેતા દર્દીઓ માટે સશક્ત અને સફળ ઇલાજ છે. એચટીઓના ઇલાજમાં પણ અનેક વિધિઓ છે જેમાં ઓપન વિધિ ઓછી ઉંમરના સંધિવાના રોગીઓ માટે અને ક્લોઝ વિધિ વધુ ઉંમરના રોગીઓ માટે વધુ ઉપયોગી છે.

એચટીઓની ક્લોઝ વિધિ જ્યાં આ સસ્તો ઇલાજ છે અને તમે બે અઠવાડિયામાં સાજા થઇ શકો છો, પ્લાસ્ટર સુરક્ષિત રાખે છે અને સ્ટેપલને ઇમ્પ્લાન્ટ કરી શકાય છે ત્યાં ઓપન વિધિમાં ખર્ચો વધુ થાય છે અને તેનાથી સાજા થવામાં 4 અઠવાડિયા થાય છે તેમાં પ્લેટ્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે અને પ્લાસ્ટરની તેમાં કોઇ જરૂર નથી હોતી પણ આ વિધિ ઓછી ઉંમરની વ્યક્તિઓ માટે વધુ કારગર હોય છે.

એચટીઓ વિધિ જ્યાં એક તરફ ઘૂંટણને સુરક્ષિત રાખવામાં કારગર હોય છે ત્યાં આ વિધિ ઘૂંટણ પીડિતોને ઝડપથી આરામ પણ આપે છે.