ગરમીમાં કેવી રીતે કૂલ રહેશો?
ઉનાળાની ગરમીથી બચીને તમે કેવી રીતે કૂલ રહેશો તે માટેના થોડાક ઉપાયો નીચે જણાવ્યાં છે... પ્રકૃતિએ દરેક ઋતુને અલગ અલગ બનાવી છે પરંતુ તેની સાથે સાથે દરેક ઋતુને અનુકૂળ ઘણાં બધાં ફ્રુટ્સ પણ આપ્યા છે. ઉનાળામાં તડબુચ, કાકડી, દ્વાક્ષ, લીંબુ, સ્ટ્રોબેરી, નારીયેળનું પાણી, સફરજન, કેરી વગેરે ફ્રુટ્સ ફાયદાકારક છે. વિશેષજ્ઞોનાં જણાવ્યાં અનુસાર આ બધાનો ઉપયોગ ફક્ત શરીરની અંદર પાણીની ઉણપને દૂર કરવાનો જ નથી પરંતુ સાથે સાથે શરીરને પોષણ અને ઠંડક પણ આપવાનો છે. આનાથી મળનાર વિટામીન્સ અને ખનીજ જેવા પોષક તત્વો તમારી રોગપ્રતિકારક શક્તિમાં તો વધારો કરશે તેની સાથે સાથે તમારી સ્કીનને પણ સુંદર બનાવે છે. આ બધી વસ્તુઓને તમે કાચા સલાડના રૂપમાં કે જ્યુસના રૂપમાં પણ લઈ શકો છો. આ સિવાય ગરમીમાં જીરૂ, વરિયાળી, ઈલાયચી, દહી, કાચી કેરી, ફુદિનો, ઠંડાઈ, ચટણીઓ, કોળુ, જલજીરા વગેરે જેવી વસ્તુઓ પણ શરીર માટે ઘણી અનુકૂળ રહે છે. ગરમીમાં વધારે પડતું તળેલુ, તીખુ, મસાલેદાર જમવાનું નુકશાન પહોચાડી શકે છે એટલા માટે તમારે સંતુલિત ભોજનની વધારે આવશ્યકતા રહે છે. આવા સમયે તમારે રીચ કાર્બોહાઈડ્રેટ તથા લો ફેટ્સવાળા ભોજનની વધારે આવશ્યકતા હોય છે જેથી કરીને ભોજન પચાવવામાં શરીરને વધારે મહેનત પણ ન કરવી પડે અને બધા જ પોષક તત્વો પણ મળી રહે. વૈજ્ઞાનિકો કહે છે કે ગરમીની અંદર તમે તમારી ભોજનની દિનચર્યામાં એકદમ પરિવર્તન લાવો. દિવસની શરૂઆત એલ લીટર સાદા પાણીથી કે લીંબુના પાણીથી કરો. નાસ્તામાં ફળ તેમજ ટોસ્ટ કે વેજીટેબલ સેંડવીચ તથા કોલ્દ કોફીની સાથે કરો. લંચમાં રોટલી, થોડાક ભાત, દાળ, શાકભાજી અને દહી લો.રાત્રે પણ આ રીતનું જ મેન્યૂ લો. દિવસમાં બની શકે તેટલું વધારે પાણી પીવો.