શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

ગર્ભપાતની શંકા હોય ત્યારે

NDN.D

ગર્ભવતીને ગર્ભપાત થવા પર પીપળામુળ, સુંઠ, અજમો અને ભાંગરો 10-10 ગ્રામ લઈને 4 ગ્લાસ પાણીની અંદર ઉકળીને તે એક ગ્લાસ બચે એટલે તેને ગળીને પી લેવું જોઈએ.

આ ઉકાળો 4 કે પાંચ દિવસ સુધી પીવો જોઈએ. આનાથી ખરાબ લોહી અને શરીરનો બધો બગાડ બહાર નીકળી જશે અને ત્યાર બાદ લોહી વહેતું બંધ થઈ જશે.

ગર્ભપાત થવાની સ્થિતિમાં એક અઠવાડિયા સુધી ઘી, તેલ વગેરે જેવી વસ્તુઓનું સેવન કર્યા બાદ હિંગાષ્ટક ચુર્ણનું સેવન રાત્રે કરવું જોઈએ જેથી કરીને પાચન ઠીક રહે.

ગર્ભવતીના સાતમા કે આઠમા મહિનામાં ગર્ભપાતની શંકા હોય કે તેના લક્ષણ જોવા મળતાં હોય તો લોધ્ર કે પીપળાનું મહીન પીસેલું ચુર્ણ 1-1 ગ્રામ લઈને મધની સાથે ચાટવાથી લાભ થાય છે.

ગર્ભપાત થયા બાદ

છ મહિના સુધી દશમુળ ઉકાળો ઋતુસ્ત્રાવવાળા દિઅસથી 15 સુધી સવારે પીવો જોઈએ. સૂતિકા ભરણ યોગની 2-2 રતીની ગોળીઓ સવારે અને સાંજે લેવી જોઈએ. ભોજનની સાથે હિંગાષ્ટ્ક ચુર્ણ પણ લેતા રહો.

છ મહિના સુધી સંયમપુર્વક રહ્યાં બાદ જ આગલા ગર્ભના વિષયમાં વિચારો. આવું કરવું માતા અને આવનાર બાળક બંને માટે સારૂ રહેશે.