શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

ઘૂંટણના સાધાના દુ:ખાવામાં રાહત આપતી નવી સારવાર

N.D

ડો. સી. જે. ઠક્કર

ઘૂંટણના સાધાના દુ:ખાવામાં રાહત આપતી નવી સારવાર

એક એવી પદ્ધતિ જેના લીધે દરદી સામાન્ય જીવન જીવી શકે છે

દ્વારા: ડો. સી.જે.ઠક્કર, એમએસ (ઓર્થો), ડીએનબી, જોઈંટ રિપ્લેસમેંટ સર્જન

સામાન્ય રીતે ઘૂંટણ અને નિતંબમાં અસહ્ય પીડાને કારણે દરદીને શસ્ત્ર ક્રિયા કરાવવી પડતી હોય છે. જો કે ઘણાં એવા કિસ્સા છે કે શસ્ત્રક્રિયા કરવા પછી પણ કોઈ ફાયદો નહી થયો હોય અને પીડા ચાલુ જ રહી હોય. આનુ મુખ્ય કારણ છે કે પ્રત્યારોપણ શસ્ત્રક્રિયા માટે હાડકાના રિસરફેસિંગમાં કરેલી રીત છે. હાડકાનું ચોક્કસ રિસરફેસિંગ કરવું અશક્ય છે અને તેથી ધાર્યું પરિણામ આવી શકતું નથી.

જો કે હવે આવા દર્દીઓને માટે આશાનું કિરણ ફરીથી જાગ્યુ છે. આ પ્રક્રિયા છે ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ (જીપીએસ) જેમાં મોટે ભાગે કોમ્યુટરની સહાયથી સાંધા પ્રત્યારોપણ શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવે છે. લીલાવતી હોસ્પીટલના ઓર્થોપેડિક સર્જન ડો. સી. જે. ઠક્કર કહે છે ભારતમાં ઘૂંટણ પ્રત્યારોપણ સામાન્યપણે સાંધામાં ધાતુ કે પ્લાસ્ટિકની કેપનું રિસરફેસિંગ કે ફિંક્સિંગ એવો ઉલ્લેખ કરવામાં આવે છે જેમાં પહેરો અને ફાડી નાંખો એવી પ્રવૃત્તિ કરવી પડે છે. તેના પરિણામે આર્થાઈટિસ, એલર્જી અને એવી ઘણી સમસ્યાઓ સહિતના રોગ લાગુ થાય છે. મુખ્ય સમસ્યા ખોટી રીતે રિસરફેસિંગ કરવાને કારણે ઉભી થાય છે. હાડકાઓ વચ્ચે અમુક અંતર રહી જવા પામે છે અથવા સંપુર્ણ વજન એક જ બાજુ આવી જાય છે, જેને લીધે અસંતુલન વધે છે. ઉપરાંત આ સાંધાના સાથે જોડાયેલ અસ્થિબંધન પર યોગ્ય સારવાર કરવામાં નહી આવે તો આખા શરીરનું વજન એક જ બાજુ આવી જાય છે અને તેને લીધે સાંધો ખસી જાય છે.

ડો. ઠક્કરે જણાવ્યું હતું કે જીસીએસ કોમ્પુટરમાં દરદીઓના સાંધાઓની રજેરજ વિગત મઢી લે છે અને અસરગ્રસ્ત જગ્યામાં પ્રત્યક્ષપણે ઈંફેઆરેડ બીમ કામ કરે છે. કોમ્પ્યુટર સિસ્ટમ હાડકાને થયેલ નુકસાનનું માપન કરે છે. તેમાં જયા ભાગ જોડાવાની જરૂર છે અને હાડકાને કેવો આકાર આપવો તેનું પણ માપન કરે છે. અસરગ્રસ્ત ભાગને પછી કોમ્પુટર સ્ક્રીન પર લાઈન તરીકે પ્રદર્શિત કરાય છે, જેને લીધે કયા હાડકાને સારવાર આપવાની છે તે સર્જન ચોક્કસ રીતે નક્કી કરી શકે છે. આને કારણે પરિણામ ચોક્કસ આવે છે. રિસરફેસિંગ ટેકનીકમાં અડધો એમએમ પણ તફાવત આવતો નથી. સ્ક્રીન પર અસ્થિરબંદનનું સંતુલન પણ ચોક્કસ રીતે પ્રદર્શિત થાય છે. તે કારને વિગેશન સિસ્ટમ જેવું છે, જેમાં આપણને યોગ્ય માર્ગ સૂચવે છે અને આપણે જવું હોય તે સ્થળે પહોચવામાં મદદરૂપ થાય છે. આને કારણે શસ્ત્રક્રિયા સફળ થાય છે. આતલુ જ નહિ આ ટેકનીકથી અગાઉ નિષ્ફળ ગયેલી શસ્ત્રક્રિયા પર પણ કરેક્શન કરી શકાય છે. જો કે ડૉ. ઠક્કર માને છે કે હાડકાની બિમારીઓ બાબતે લોકોએ જાગૃત રહેવું જોઈએ અને જરૂર પડે ત્યારે તાત્કાલિક સારવાર લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

રોગનાં લક્ષણો

* હિલચાલ જે થોડા અંતર સુધી ચાલવું કે ખુરશીમાં હલનચલન વગેરે જેવી પ્રવૃત્તિઓથી પીડા વધે છે.

* સૂતી વેળા તીવ્ર પીડા.

* સાંધાઓમાં પીડા અને અકળાઈ જવું, જેને લીધે અસરગ્રસ્ત સાંધાઓમાં મરોડ પણ આવી શકે છે.

* સાંધાઓ કઠણ અને અસંતુલિત થવા.

આર્થાઈટિસના પ્રકાર

* ઓસ્ટિયોઆર્થાઈટિસ- સાંધાઓ કાઢઘાલ કરવાથી ડિજનરેટિવ જોઈંટ ડિસીઝ લાગુ થતુ હોવાનું મનાય છે.

* રિયુમાટોઈડ આર્થાઈટિસ (બળતરાને) કારણે

સાંધામાં દુ:ખાવાના કિસ્સાઓમાં સામાન્ય ભલામણો:

* ડબ્લ્યુસીનો ઉપયોગ કરો.

* પડખુ નહી ફેરવો. ડોક્ટરની જાણ બહાર પેઈનકિલર લેવાનું ટાળો.

* ઘૂંટણ પર દબાણ આવી શકે તેવી પ્રવૃત્તિઓથી દુર રહો.

* વજન નિયંત્રણમાં રાખો.

* વધુ પડતી કસરત નુકશાનકારક સાબિત થઈ શકે છે.

* સાંધા આસપાસની માંસપેશી મજબુત કરવા માટે નિયમિત ફિઝિયોથેરાપી, જેથી નિત્યક્રમ પીડા વિન કરી શકાય.