શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

ચાલવાના ચમત્કારિક ફાયદા

મોર્નિગ વોક ઈઝ બેસ્ટ એંડ ઈંવનિંગ વોક ઈઝ મસ્ટ

P.R
આપણને ધણી વખત પ્રશ્ન થાય કે આપણા વડવાઓ આટલા તંદુરસ્ત કેમ હતાં? પ્રશ્ન નો જવાબ પણ એટલો જ સરળ છે , જેનુ સ્વાસ્થ્ય નીરોગી હોય અને તંદુરસ્તી સારી હોય તેનુ આયુષ્ય પણ એટલુ જ લાંબુ હોય. આપણા વડવાઓના વખતમાં વાહનવ્યવહારની સગવડો ન હતી.અને જીમ કે યોગના વર્ગો નહોતા ચાલતા, પરંતુ તેઓના જીવનવ્યવહારમાં જ આ તમામ બાબતો વણાયેલી હતી. આ ઉપરાંત તેઓ ખૂબ ચાલતા પણ હતાં, કેમકે પહેલાના વખતમાં યાંત્રિક વાહનો ન હતાં.

વર્તમાન સમયમાં પણ વ્યક્તિ માટે ચાલવું એટલું જ મહત્વનું છે.કારણ કે વધતી જતી વાહન-વ્યવહારની સગવડો અને ફાસ્ટ જીવન પદ્ધતિને કારણે આપણે ચાલવા માટે સમય ફાળવી શકતા નથી. પરિણામે આપણે અનેક રોગોને આવકારો આપીએ છીએ. જો વ્યક્તિ નિયમીત થોડું ઘણું ચાલે તો ધણી શારીરિક તકલીફો થી બચી શકાચ છે.

સવારે ફરવું એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. જો કે હવે તો લોકો રાત્રે પણ ફરવા નિકળે છે, જો કે બિલકુલ ન ફરે તેના કરતા રાત્રે ફરે તે સારી બાબત છે.
આજના ભૌતિકવાદી યુગમાં નિત્યક્રમ બદલાઇ ગયા છે. જેની માઠી અસર ઘણી વખત આપણે જ ભોગવવી પડે છે.

વૈજ્ઞાનિક રીતે પણ જમ્યા પછી તરત પાણી ન પીવું જોઇએ, પરંતું થોડા સમય પછી એટલે કે લગભગ અડધા કલાક પછી પાણી પીવું હિતાવહ છે. કારણ કે જમતાની સાથે જટિલ પ્રક્રિયાઓના માર્ગથી પસાર થઇ પાચક રસોનો આંતરડાઓમાં સ્ત્રાવ થાય છે, જે ભોજનને પચાવે છે. એટલે તે ભોજનના જટિલ અવયવોને સાધારણ અવયવો, અવશોષિત થવા યોગ્ય અવયવોમા તોડે છે.

ત્યાર બાદ પાણી અને ભોજનને પાચક રસોમાં ઘોળીને તરલ બનાવી આગળ વધવામાં તેમજ આંતરડાઓ દ્રારા અવશોષણ કરવાંમાં મદદ કરે છે. જો તમે જમ્યા પછી તરત જ વધુ પાણી પી લેશો તો પાચક રસોની ઘટ્ટતા ઓછી થઇ જશે.અને તે ભોજન પચાવવામાં એટલા અસર કારક રહેશે નહીં. આ સામાન્ય વાત આપણી પાચન પ્રક્રિયાની થઇ. અહીંયા આ વાત પહેલા કહેવી એટલા માટે જરૂરી છે ભોજન અને સૂવાનાં સમય વચ્ચે પર્યાપ્ત સમય રહે અને પૂરતા પ્રમાણમાં પાણી પી શકાય.

મોડી રાત્રે જમવાથી અને ઊંઘવા થી બન્ને વચ્ચેનો સમયગાળો એટલો ઓછો રહે છે કે પાચનપ્રક્રિયા યોગ્ય રીતે થઇ શકતી નથી. સામાન્ય રીતે વ્યક્તિ છ થી સાત કલાક ઊંઘે છે અને બપોરે અડધો કલાક ઊંઘે છે, તેથી પૂરતા પ્રમાણમાં પાણી મળતુ નથી. પરિણામે ભોજન તથા પાચકરસોનું નિશ્રણ યોગ્ય રીતે થતુ નથી. જેનાથી અપચો, ખાટાંઓડકાર, એસીડિટી, કબજીયાત વગેરે સમસ્યાઓ ઊભી થાય છે.

બની શકે તો રાત્રે જમવા તેમજ ઊંઘવાની વચ્ચે નો ગાળો યોગ્ય રાખવાની સાથો સાથે સૂતાં પહેલાં એક-બે કિલોમીટર ચાલવું જોઇએ. તેનાથી આંતરડાં સારી રીતે સંકોચાશે અને ભોજનનું અવશોષણ નાના આંતરડામાં સારી રીતે થઇ શકશે, કારણ કે ઊંઘવાને લીઘે માત્ર આંતરડા જ નહીં, શરીરનું દરેક અંગ શીથીલ થઇ જાય છે, આ સમય રાત્રે છ થી આઠ કલાકનો હોય છે, અને બપોરે એક થી બે કલાકનો હોય છે. તેથી રાત્રે જમ્યા પછી પણ ફરવા જવું જરૂરી છે.

બપોરે જમ્યા પછી ઘણી વખત જો સીધા કામ પર જવાનુ હોય તો થોડો વિરામ લઇને જવું જોઇએ. થોડા વિરામ પછી થોડું ચાલી પણ શકાય.
આ ચર્ચાનો અર્થ એ નથી નિકળતો કે જમી ને ચાલવું અને સવાર ના મૉર્નિંગ વોકને જરૂરી ન ગણવું.

સવારે ફરવા જવુ એ તો સૌથી શ્રેષ્ઠ છે. એની સરખામણી ન કરી શકાય. જો સવારની સહેલ સાથે સાથે ઇવનિંગ વોક પણ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે. જોકે મૉર્નિંગ વોક કરીને મોડેથી જમનારા લોકોને તકલીફ પણ થઇ શકે છે.

એટલા માટે જ કહેવાય છેકે મૉર્નિંગ વોક ઇઝ બેસ્ટ એન્ડ ઇવનિંગ વોક ઇઝ મસ્ટ. સવારે જો વ્યક્તિ વ્યાયમ નહીં કરે તો પણ કામ તો કરશે જ, પણ રાત્રે જો એક વાર ઊંઘેતો સવાર પહેલા ભાગ્યેજ ઊઠે છે. હવે જો એ ઊઠશે જ નહીં તો પાણી પીવાનો પ્રશ્ન જ ક્યાંથી રહે.

આજ ની વેરી ફાસ્ટ લાઇફમાં વ્યક્તિએ કેટલીક બાબતોનુ પાલન કરવું જરૂરી છે.

- રાત્રે ઊંઘવાના લગભગ બે-ત્રણ કલાક પહેલા જમી લેવું.
- સુતાં પહેલા એક-બે કિલોમીટર ચાલવું જોઇએ.
- બપોરે જમ્યા પછી અડધો કલાક ઊંઘવું જોઇએ.
- જમ્યા પછી તરત પાણી ન પીવું જોઇએ.
- રાત્રે ભોજન બાદ બ્રશ અવશ્ય કરવું જોઇએ.
- સવારે પણ ચાલવાનુ અને વ્યાયમ કરવાનું રાખવું જોઇએ.

યાદ રાખો કે...

- મૉર્નિંગ વોક બઘાં માટે શ્રેષ્ઠ છે. જ્યારે મોડે થી જમનારા લોકો માટે ઇવનિંગ વોક શ્રેષ્ઠ છે.
- મૉર્નિંગ વોકથી શુધ્ધ હવા મળે છે જ્યારે ઇવનિંગ વોક થી શાંત અને ખુશનુમાં વાતાવરણ માનસિક શાંતિ આપે છે.
- મૉર્નિંગ વોકથી સ્ફૂર્તિ અને તાજગી મળે છે જ્યારે ઇવનિંગ વોક થી થોડો થાક લાગવાથી ગાઢ ઊંધ આવે છે.
- મૉર્નિંગ વોકથી બીમારીમાં રાહત પહોંચાડે છે જ્યારે ઇવનિંગ વોક થી એસિડિટી તેમજ સ્થૂળતા દૂર થાય છે.