શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

જાડાપણું- આમંત્રિત કરે છે અનેક રોગોને

N.D
તાજેતરમાં સૌથી વધારે લોકો જાડાપણને લીધે ડાયાબિટિશનિ શિકાર થઈ રહ્યાં છે. હકીકતમાં જાડાપણાની સાથે સાથે ડાયાબિટિશનો ભય પણ વધી જાય છે. ડાયાબિટિશ, પેંક્રિયાજ દ્વારા પર્યાપ્ત માત્રામાં ઈંસુલિન ન બનાવવાને લીધે અને શરીર દ્વારા પ્રભાવી રૂપથી ઈંસુલિનનો પ્રયોગ ન કરવાને કારણે થાય છે. આનુવંશિકતા, જાડાપણું, અનિયમિત ભોજન, શારીરિક શ્રમનો અભાવ, સતત તણાવમાં રહેવું અને વધારે પડતું ગળ્યું ખાવાને લીધે થાય છે.

વારંવાર પેશાબ કરવો, વધારે પડતી તરસ લાગવી, કોઈ પણ ઘા ઝડપથી સરખા ન થવા, અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થવી વગેરે ડાયાબિટિશના લક્ષણ છે. ડાયાબિટિશ મુખ્ય રૂપે બે પ્રકારની હોય છે- 1. ડાયાબિટિશમાં પેંક્રિયાઝ કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિને બહારથી ઈંજેક્શન લગાવવું પડે છે. આ પ્રકારની ડાયાબિટિશ 35 વર્ષની ઓછી વ્યક્તિઓને થાય છે. 2. બીજા પ્રકારની ડાયાબિટિશમાં વધારે પડતો ભય રહે છે. જો દસ વર્ષ સુધીમાં તેની સારવાર ન થઈ શકી તો નપુંસકતાનો ભોગ બનવું પડે છે.

ડાયાબિટિશ સિવાય વા પણ થઈ શકે છે જેના લીધે બધા જ સાધા જકડાઈ જાય છે. આ સિવાય અર્થરાઈટીસ થવાની શક્યતા ચાર ગણી વધી જાય છે. સાથે સાથે તેમને અસ્થમા પણ થઈ શકે છે. જાડાપણાને લીધે તેઓ શ્વાસ અંદર લઈને તેને સરળતાથી છોડી નથી શકતાં જેને લીધે અસ્થામા થવાની શક્યતા વધી જાય છે. જાડાપણાને લગતી બધી જ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ રસ્તો છે જાડાપણાને દૂર કરો.