1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

ટેટુથી ત્વચાને નુકશાન

N.D

પહેલાં ગામના લોકો જે છુંદણા છુંદાવતા હતાં તેનું આધુનિક રૂપ લઈ લીધું છે ટેટુએ. પરંતુ શુ તમે જાણો છો કે વધારે ટેટુ કરવવાથી તમારી ત્વચા અસંવેદનશીલ થઈ જાય છે. ઠેઠ ભાષામાં કહીએ તો તમારી ત્વચા બેશરમ થઈ જાય છે.

પહેલાં છુંદણા છુંદાવવા તે ફેશનમાં નહોતા પરંતુ હવે નવા અવતાર ટેટુના રૂપે તે ફેશન બની ગયાં છે. અમુક લોકોને તો એવો શોખ હોય છે કે આખા શરીર પર ટેટુ કરાવે છે. પરંતુ એક અધ્યયન દ્વારા જાણ થાય છે કે ટેટુ કરવવાથી ત્વચા અસંવેદનશીલ થઈ જાય છે.

ઉત્તરી કોલેરોડો વિશ્વવિદ્યાલયના સ્નાતક છાત્ર ટોડ એલને આ અધ્યયન દરમિયાન 54 લોકોની ત્વચાની અસંવેદનશીલતાનું માપન કર્યું જેમાંથી 30 લોકોએ ટેટુ કરવ્યાં હતાં. ત્વચાની અસંવેદનશીલતાના માપન હેતુ એક સરળ યંત્ર એસ્થેસિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડિવાઈડર જેવું એક યંત્ર છે જેમાં પ્લાસ્ટિકની બે સોય હોય છે.

સંવેદનશીલતાની તપાસ માટે આ બંને સોયને વ્યક્તિની ત્વચા પર સ્પર્શ કરવામાં આવે છે અને તેણે તે જણાવવાનું રહે છે કે બંને સોયની અણી વાગી કે પછી એકની જ. પછી ધીરે ધીરે આ બંને સોયની વચ્ચેના અંતરને વધારવામાં આવે છે અને ત્યાર સુધી વધારવામાં આવે છે જયાર સુધી બંનેનો અનુભવ અલગ-અલગ ન થાય. જેટલી વધારે દુરી પર બંને સોયનો અલગ-અલગ અનુભવ થાય સંવેદનશીલતા એટલી વધારે છે.

ટેટુના લીધે ત્વચાની સંવેદનશીલતા પર અસર પડવાના ઘણાં કારણો હોઈ શકે છે. એક તો તે હોઈ શકે છે કે છુંદણાની વારંવાર કરવામાં આવેલી ક્રિયા તે ભાગની તંત્રિકાઓને સુન્ન કરી દે છે. કે પછી એવું પણ હોઈ શકે છે કે છુંદણાની સાથે સાથે સહી એંજેક્ટ કરવામાં આવે છે તે સ્પર્શના અનુભવને નઠોર કરી દે છે કે પછી તે પણ શક્ય છે કે સહીની સોય સ્પર્શ ગ્રાહીઓને નુકશાન પહોચાડતી હોય.