ઠંડાઈ: ગરમીમાં શીતળતા આપનાર
ગ્રીષ્મ ઋતુમાં જ્યારે શરીરમાં ઉષ્ણતા વધી જાય છે ત્યારે ઘણી બિમારીઓ ઉત્પન્ન થાય છે ત્યારે દિવસમાં એક વખત ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરની અંદર તરોતાજગી તેમજ સ્ફુર્તી રહે છે. શરીરને પણ પોષણ મળે છે અને ગરમીનો સામનો કરવાની સાથે સાથે શક્તિ પણ મળે છે. આમ તો ઠંડાઈ બજારમાં પણ તૈયાર બનાવેલી મળે છે. જેને લાવીને ગળીને તેનું સેવન કરી શકાય છે પરંતુ અમે અહીંયા તેને બનાવવાની રીત પણ આપી રહ્યાં છીએ. સામગ્રી: ધાણા, ખસખસના દાણા, કાકડીના બીજ, ગુલાબના ફૂલ, તડબુચના બીજ, શક્કર ટેટીના બીજ, વરિયાળી, કાળા મરી, સફેદ મરી આ બધા જ દ્રવ્યો 50-50 ગ્રામ. નાની ઈલાયચી, સફેદ ચન્દનનો પાવડર અને કમળ કાકડીની ગોટી ત્રણેય 25-25 ગ્રામ. આ બધી જ વસ્તુઓને ખાંડણીમાં વાટીને પીસી લો અને બરણીમાં ભરી લો. એક વાતનું ધ્યાન રાખો કે કમળ કાકડીની ગોટી અને ચંદનનો પાવડર એકદમ સુકાયેલો હોવો જોઈએ. કમળ કાકડીના પાન અને છાલને દૂર કરીન ફક્ત તેના ગર્ભને જ લેવો. આ મિશ્રણની દસ ગ્રામ માત્રા વ્યક્તિ માટે પુરતી હોય છે. જેટલા વ્યક્તિઓ માટે ઠંડાઈ ઓગાળવાની હોય દરેક પ્રતિ વ્યક્તિની 10 ગ્રામના માપથી લેવી જોઈએ. રીત : જો સવારે પીવા માંગતા હોય તો રાત્રે અને પીવા માંગતા હોય તો સવારે વહેલા પલાળી દો. સવારે કે બપોર પછી આને ખુબ જ મસળી મસળીને ગળી લો. પીસેલી સાકરને દરેક વ્યક્તિ મુજબ એક ચમચી નાંખી દો. જો તમે દૂધ નાંખવા માંગતા હોય તો યોગ્ય માત્રામાં દૂધ પણ નાંખી શકો છો. દૂધ ઉકાળીને એકદમ ઠંડુ કરેલ હોવું જોઈએ. જો આને વધારે પૌષ્ટિક બનાવવા માંગતા હોય તો ચુર્ણને ઓગાળતી વખતે 1-1 ચમચી બદામ અને પીસ્તાને પણ નાંખી શકો છે. ઠંડાઈને પીસતી વખતે આ બંનેને છોલીને તેના ગર્ભને અલગથી ખુબ જ સારી રીતે પીસીને મિશ્રણમાં ભેળવી દો. જો બંનેને પથ્થર પર ચંદનની જેમ ઘસીને ભેળવવામાં આવે તો તે વધું ગુણકારી રહે છે. ઠંડાઈનું સેવન અને લાભ:* જેમને પિત્ત, પિત્ત પ્રકોપ અને પેટમાં વધારે ગરમી હોય તેમજ પેટમાં બળતરાની ફરિયાદ રેહેતી હોય, મોઢની અંદર ચાંદા રહેતાં હોય તેમજ આંખો લાલ રહેતી હોય, પેશાબમાં બળતરા થતી હોય તેમણે ઠંડાઈનું સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ. આનાથી આ બધી જ ફરિયાદો દૂર થઈ જાય છે. * શરીરમાં વધારે ઉષ્ણતા વધી જવાથી, જેમણે સ્વપ્ન દોષ થતો હોય અને શીઘ્રપતનની ફરિયાદ રહેતી હોય, સ્ત્રીઓને શ્વેતપ્રદર રહેતો હોય તેમણે 40 દિવસ સુધી નિયમિત રીતે ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. * સવાર-સવારમાં ઠંડાઈનું સેવન કરવાથી ઘણાં લોકોને શરદી થઈ જાય છે તો આવા સમયે જ્યાર સુધી શરદી મટી ન જાય ત્યાં સુધી ઠંડાઈનું સેવન ન કરો.