ડેંગ્યુના લક્ષણો અને ઉપચાર
ડેંગ્યુ કયા કારણોને લીધે થાય છે? ડેંગ્યુ એક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે જેના ચાર જુદા જુદા પ્રકાર છે. (ટાઈપ 1,2,3,4). સામાન્ય ભાષામાં આ બિમારીને હાડકા તોડી નાંખતો તાવ કહેવામાં આવે છે કેમકે આને લીધે શરીરના દરેક જોઈંટમાં ખુબ જ દુ:ખાવો થાય છે. મલેરિયાની જેમ આ પણ મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. મચ્છર કરડ્યાંના 3-5 દિવસ પછી વ્યક્તિમાં ડેંગ્યુના લક્ષણો દેખાવા લાગે છે. આ તાવના ત્રણ પ્રકાર છે- 1.
ક્લાસિકલ (સાધારણ) ડેંગ્યુ તાવ2.
ડેંગ્યુ હેમરેજીક તાવ (ડીએચએફ)3.
ડેંગ્યુ શોક સિંડ્રોમ (ડીએસએસ)ક્લાસિકલ જાતે જ સરખી થઈ જતી બિમારી છે અને આનાથી વ્યક્તિના મૃત્યુંનો ભય પણ નથી રહેતો પરંતુ જો (ડીએચએફ) તેમજ (ડીએસએસ)ની તુરંત સારવાર શરૂ કરવામાં ન આવે તો આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એટલા માટે તે જાણવું જરૂરી છે કે બિમારીનું સ્તર કેટલું છે? ડેંગ્યુના સાધારણ તાવની અંદર ઠંડીની સાથે અચાનક તાવ આવી જાય છે. માથામાં અને જોઈંટમાં દુ:ખાવો થાય છે. વધારે નબળાઈ જણાય છે અને ભુખ પણ નથી લાગતી. મોઢાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. શરીર પર લાલ કલરના રેશા ઉપસી આવેલા દેખાય છે. ડીએચએફમાં સાધારણ તાવની સાથે સાથે નાક, પેઢા, શૌચ અને ઉલ્ટીમાંથી લોહી પડે છે. ત્વચા પર ડાર્ક નીલા અને કાળા રંગના ચકતા પડી જાય છે. લોહીનું અમુક પરિક્ષણ કરાયા બાદ ડીએચએફની પુષ્ટિ થઈ શકે છે. ડીએસએસમાં ઉપરના લક્ષણોની સાથે સાથે શોકની અવસ્થાના અમુક લક્ષણો પણ પ્રગટ થઈ જાય છે. આવી અવસ્થામાં રોગીને પેરાસિટામોલની ગોળી કે શરબત આપવાથી તાવ ઓછો થાય છે અને તેને ડિસ્પ્રીન કે એસ્પ્રીન ક્યારેય પણ ન આપશો.