શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

સેક્સ અનેક રોગોની દવા પણ છે

દર્દીનો અચૂક ઈલાજ છે સેક્સ

N.D
તમે શીર્ષક વાંચીને ચોકી ગયા હશો કે ભલા સેક્સ પણ કોઈ રોગની દવા હોઈ શકે છે ? આમા ચોંકવા જેવી કોઈ વાત નથી. ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ શોધ કરીને એ જાણ્યુ છે કે સેક્સ અનેક રોગોની દવા પણ છે. જ્યા વિવાહિત જીવનામં સેક્સ એક બીજાને સુખ, આનંદ, લાગણીની હૂંફ આપે છે, તો બીજી બાજુ એકબીજાના સ્વાસ્થ્ય અને સૌદર્યને પણ ટકાવી રાખે છે.

સેક્સ દ્વારા શરીરમાં અનેક પ્રકારના હાર્મોન ઉત્પન્ન થાય છે. જે શરીરના સ્વાસ્થ્ય અને સૌદર્યને બનાવી રાખવામાં સહાયક હોય છે. સેક્સથી શરીરમાં ઉત્પન્ન એસ્ટ્રોજન હાર્મોન 'ઓસ્ટિયોપોરોસિસ'નામની બીમારી થવા દેતી નથી.
સેક્સથી એંડાર્ફિન હાર્મોનની માત્રા વધી જાય છે, જેનાથી ત્વચા સુંદર, ચમકીલી બને છે. એસ્ટ્રોજન હાર્મોન શરી માટે એક ચમત્કાર છે, જે એક અનોખા સુખની અનુભૂતિ કરાવે છે.

સફળ અને નિયમિત સેક્સ કરનારા દંપતિ વધુ સ્વસ્થ જોવા મળ્યા છે. તેમનું સૌદર્ય પણ લાંબી વય સુધી ટકી રહે છે. તેમની અંદર ઉત્તેજના, ઉત્સાહ, ઉમંગ અને આત્મવિશ્વાસ પણ વધુ હોય છે. સેક્સથી દૂર રહેનારા શરમ, સંકોચ, અપરાધબોધ અને તનાવથી પીડાતા રહે છે.

દિમાગને ફ્રેશ અને તણાવથી દૂર રાખવા માટે નિયમિત સેક્સ એક સારો ઉપાય છે. સેક્સનો સમય ફેરોમોસ નામનુ રસાયણ શરીરમાં એક પ્રકારની ગંધ ઉત્પન્ન કરે છે, જેને તમે સેક્સ પરફ્યુમ પણ કહી શકો છો. આ સેક્સ પરફ્યુમ દિલ અને મગજને અસાધારણ સુખ અને શાંતિ આપે છે. સેક્સ હ્રદય રોગ, માનસિક તણાવ, બ્લડપ્રેશર અને હાર્ટએટેકને દૂર રાખે છે. સેક્સથી દૂર ભાગનારા આ રોગોથી વધુ પીડાતા રહે છે.

સેક્સ કસરત પણ છે :

સેક્સ એક પ્રકારનો વ્યાયામ પણ છે. જે માટે ખાસ પ્રકારના સૂટ, શો કે મોંધી એક્સરસાઈઝ સામગ્રીની જરૂર નથી. જરૂર હોય છે બસ બેડરૂમના દરવાજા બંધ કરવાની. સેક્સ કસરત શરીરની માંસપેશીયોના ખેંચાવને દૂર કરે છે અને શરીરને સુડોળ બનાવે છે. એક વારની સેક્સ પ્રક્રિયા કોઈ થકાવી દેનારા કસરત કે તરવૈયાના 10-12 ચક્કરોથી વધુ અસરદાર હોય છે સેક્સ વિશેષજ્ઞોના મુજબ જાડાપણું દૂર કરવા માટે સેક્સ ખૂબ જ મદદરૂપ છે.

સેક્સથી શારીરિક ઉર્જા ખર્ચ થાય છે, જેનાથી ચરબી ઘટે છે, એક વારની સેક્સ પ્રક્રિયાથી 500થી 1000 કેલોરી ઉર્જા ખર્ચ થાય છે. સેક્સના સમયે લેવાયેલુ ચુંબન પણ જાડાપણું દૂર કરવામાં મદદરૂપ છે. વિશેષજ્ઞોના મુજબ સેક્સના સમયે લેવાયેલ એક ચુંબનથી લગભગ 9 કેલોઈ ઉર્જા વપરાય છે. આ રીતે 390 વાર કિસ કરવાથી 1/2 કિલો વજન ઘટી શકે છે.

સેક્સને ફક્ત શારીરિક સંબંધ સુધી સીમિત ન રાખો. તેમા તમારી દિનચર્યાની નાની-મોટી વાતો, હંસી-મજાક, સ્પર્શ, આલિંગન, કિસ વગેરેનો સમાવેશ કરો. સેક્સ વિશે એક વાત ધ્યાન રાખો કે પતિ કે પત્ની સાથે કરવામાં આવેલ સેક્સ સ્વાસ્થ્ય અને સૌદર્ય ટકાવી રાખે છે. અવૈધ રૂપે કરવામાં આવેલ સેક્સ સંબંધોથી અનિદ્રા, હૃદય રોગ, માનસિક વિકાર, સુસ્તતા, સૂજાક, ગનોરિયા, એડ્સ જેવી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.