શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : સ્મોકિંગ છોડવાના ફાયદા જાણશો તો જરૂર છોડી દેશો

P.R
શું તમને વર્ષોથી સ્મોકિંગ કરવાની આદત છે? આ લાંબા સમયની ટેવ તમે હવે ઇચ્છીને પણ છોડી નથી શકતા? પણ તમને ખબર જ હશે કે સ્મોકિંગ કેટલું નુકસાનકારક હોય છે. માટે જ જો એકવાર અત્યંત ધ્યાનથી સ્મોકિંગ છોડ્યા બાદ થતા ફાયદા વિષે વિચારશો તો એકવાર તો તમને તે છોડવાની ઇચ્છા થઇ જ જશે અને જો આ ઇચ્છાને મનમાં મક્કમ કરી દેશો તો અવશ્ય આ કુટેવ છોડી શકશો. આવો જાણીએ સ્મોકિંગ છોડ્યા બાદ થતા ફાયદા વિષે...

ફાયદા -
1. સેન્સમાં સુધારો - શું તમે ક્યારેય અનુભવ્યું છે કે સ્વાદિષ્ટ ભોજનની એક ડિશ કોઇ બીજાને સ્વાદિષ્ટ લાગી હોય પણ તમને તેમાં કોઇ સ્વાદ ન લાગ્યો હોય કે પછી તીખી તમતમતી ડિશ પણ તમને સાવ મોળી લાગી હોય? આની પાછળનું કારણ છે સ્મોકિંગ. નિકોટીનને કારણે મોઢામાં ટેસ્ટ કરવાની ક્ષમતા અનેકગણી ઘટી જાય છે. સિગરેટથી ટેસ્ટ ઘણો નબળો અને સંવેદનશીલ બની જાય છે સાથે નાકની સૂંઘવાની ક્ષમતા પણ ઓછી થવા લાગે છે. માટે તમે સિગરેટ છોડશો તો તમારી આ સેન્સમાં સુધારો થવા લાગશે.

2. બ્લડ પ્રેશનરમાં પરિવર્તન - તમે અનુભવશો કે તમારી આખરી સિગરેટ છોડ્યાના તુરંત બાદ તમારું બ્લડ પ્રેશર ઓછું થવા લાગશે અને તેનાથી હાર્ટ રેટ ઘટી જશે. આનાથી તમારી દૈનિક જીવનશૈલીમાં મદદ મળશે જેમ કે સીડીઓ ચઢવી કે પગપાળા ચાલવું. આના 12 કલાક બાદ કાર્બન મોનોક્સાઇડનું લેવલ પણ નોર્મલ થવા લાગશે. કાર્બન મોનોક્સાઇડને કારણે તમને ગભરામણ અનુભવાતી હશે. આ સિવાય આનાથી હાર્ટ અટેકના ચાન્સ પણ વધી જાય છે. સિગરેટ છોડ્યાના બે-ત્રણ અઠવાડિયામાં તમારા ફેફ્સા સારી રીતે કાર્ય કરવા લાગશે જેનાથી સ્ટ્રોક આવવાના ઓછા થઇ જશે.

3. શ્વસન પ્રભાવ - સતત સિગરેટ પીવાને કારણે રેસ્પિરેટ્રી પાઇપ પર જાણે તારનો થોડો હિસ્સો જામી જાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને કફની સમસ્યા સર્જાય છે. એકવાર જો તમે તેને છોડી દેશો તો આ તાર ધીમે-ધીમે દૂર થઇ જશે. બ્રોન્કિયલ ટ્યુબ્સને એનર્જી મળશે અને તે ફરીથી સારી રીતે કાર્ય કરશે જેનાથી લન્ગ કેન્સરનું જોખમ ઘડી જશે.

4. મોઢાની સફાઈ - જો તમને સ્મોકિંગ ચાલુ કરે વર્ષો થઇ ચૂક્યા છે તો કદાચ તમે કોઇની સામે તમારા દાંત દેખાડવા કે હસવા ઇચ્છશો નહીં. સિગરેટમાં રહેલા તાર અને નિકોટીનના કારણે સ્મોકર્સના દાંત પીળા થાય છે અને મોઢામાંથી વાસ આવે છે. પણ તમે જેવું સ્મોકિંગ છોડી દેશો એટલે જોઇ શકશો કે તમારા દાંત સફેદ થવા લાગ્યા છે અને મોઢામાં વાસ પણ આવતી નથી. તમાકુ, તાર અને નિકોટીનના