બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

વિશ્વ એડ્સ દિવસ : એડ્સ એટલે શુ ? એડસ વિશે જાણવા જેવુ...

એડ્સ - સાવધાની જ ઈલાજ છે

એડ્સ શુ છે ?

એડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી સિન્ડ્રોમ અને જે લક્ષણ અને રોગ પ્રતિકારક પ્રણાલીના અધિગૃહણાની કમતરતાના સંબંધિત સંક્રમણના સંગ્રહનું વર્ણન કરે છે. એચ.આય.વી સંક્રમણ એડ્સના મુખ્ય કારણના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યુ છે. શરીરમાંની એચ.આય.વીનું સ્તર અને કાંઈક સંક્રમણના રૂપના સંકેતક તરીકે વાપરવામાં આવે છે જે એચ.આય.વીના સંક્રમણની એડ્સ તરફની પ્રગતીનો સંકેતક છે.

એડ્સ, જે એચ.આય.વી ( Human Immunodeficiency) નો મોડેકનો તબક્કો છે અને એચ.આય.વી સંક્રમણ થયા બાદ ૭ થી ૧૦ વરસ પછી વિકસિત થાય છે. એચ.આય.વી વીર્ય અને યોની દ્રવ્ય, સંક્રમિત રકત અને રકત ઉત્પાદનો, સંક્રમિત માતાથી તેના બાળકને જન્મ પહેલા, જન્મ અથવા સ્તનપાન દ્વારા થાય છે.

એક વ્યક્તિ જેને એચ.આય.વી છે અને એચ.આય.વી પૉઝીટીવ છે, જે વિષાણુ એડ્સનું કારણ બને છે. એચ.આય.વી રોગ પ્રતિકારક પ્રણાલીને હાનિ પહોચાડે છે જે આપણા શરીરનો સંક્રમણથી લડવા માટેનો ભાગ છે. સમયની સાથે રોગપ્રતિકારક પ્રણાલી અશક્ત થવા માંડે છે. આ તબ્બકો એચ.આય.વીનો એડ્સ કહેવાય છે. કોઇપણ પણ ખાત્રીપુર્વક નહી કહી શકે કે એચ.આય.વી બાધિત વ્યક્તિને એડ્સ ક્યારે થશે. અલગ વ્યક્તિને અલગ એચ.આય.વી હોય છે. માણસને બીમાર કરવા એચ.આય.વીને ઘણો સમય લાગે છે.

આખી દુનિયામાં 33.4 મિલિયન લોકો એડ્સથી પીડિત છે અને દરેક વર્ષે 27 લાખ લોકો આનો ભોગ બની જાય છે. નેશનલ એડ્સ કંટ્રોલ ઓગ્રેનાઈઝેશનના મુજબ 2.5 મિલિયન એચઆઈવી પોઝિટીવ લોકોમાં 80,000 એ છે, જેમની વય 15 વર્ષથી પણ ઓછી છે. 9 વર્ષનો દાનિશ ભલે એંજિનિયર બનવા માંગતો હોય, પરંતુ એડ્સ નામની ઉધઈ તેના શરીરને અંદરથી ખોખલું બનાવી રહી છે. એક દિવસ એવો આવશે જ્યારે બીમારીથી હારેલુ તેનુ શરીર શ્વાસ લેવાનુ બંધ કરી દેશે. વાત કડવી છે પણ હકીકત છે.

એચઆઈવી પોઝીટીવનો મતલબ છે મોતની રાહ જોવી. જ્યારે આ વાત સર્વ જાણે છે તો પછી જાણીજોઈને આમા કેમ ફસાય રહ્યા છે. સમાજના હિતેચ્છુઓ અને સરકારને આ વિચારવાની જરૂર છે કે નિમ્ન જાતિના અને મધ્યમ વર્ગના લોકો રોજગાર માટે બહાર નીકળે છે અને ઘરે લઈને આવે છે એક એવી બીમારી જેનો કોઈ ઈલાજ નથી. બચાવ માટેનુ નિદાન બતાવે છે કે એડ્સનુ સંક્રમણ રોકવુ શક્ય છે ? શુ બચાવના એ પક્ષ પર વિચાર ન કરવો જોઈએ જે સમસ્યાનુ મૂળ છે ?

જોશને કાબૂમા રાખો - એડ્સની ઓળખ 1981માં થઈ, ત્યારે ભારતમાં તેનો એક પણ રોગી નહોતો. ત્યારે ભારત આ બીમારીને કારણે પરેશાન નહોતુ. પરંતુ એક દાયકા પહેલા જ આ ભારતીય સમાજ અને સરકાર માટે સૌથી મોટી બીમારી બની ગયુ. દેશનુ કોઈપણ રાજ્ય આ બીમારીથી બચી શક્યુ નથી. આખી દુનિયામાં 27 લાખ લોકો ગયા વર્ષે આ રોગના સંક્રમણનો શિકાર થયા. 15-24 વર્ષના લોકોની સંખ્યા આમા 50 ટકાથી વધુ છે. એડ્સ પીડિતોમાં 88.7 ટકા 15-49 સુધીની વયના લોક્કો છે. ભારતમાં આ આંકડો વિચારવા લાયક છે. એક અરબની વસ્તીમાં સેક્સુઅલી એક્ટિવ લોકોની સંખ્યા 50 ટકાની નજીક છે. આવા સમયે યુવાનોને એડ્સ પ્રત્યે જાગૃત કરવા માત્ર એક સૂત્ર આપવાથી કામ નહી ચાલે. સરકાર અને સમાજે વધુ વિકલ્પો પર નજર નાખવી પડશે.

સામાજીક મુદ્દો બનાવો - એડ્સને ફક્ત સ્વાસ્થ્યનો મુદ્દો ન સમજતા આને સામાજિક મુદ્દાના રૂપમાં જોવો જોઈએ. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે એડ્સની સાથે-સાથે સંક્રમિત લોકોની પણ સામાજિક સુરક્ષા જરૂરી છે. સાથે સાથે નેતોઓની પણ પ્રતિબધ્ધા એડ્સના વિરુધ્ધ જરૂરી છે.

મીડિયાનો મજબૂત સાથ - આજ સુધી મીડિયાએ એડ્સ વિરુધ્ધ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે અને આગળ પણ આવી જ આશા કરી શકાય છે કે મીડિયા એડ્સની લડતમાં પોતાની ભૂમિકા સારી રીતે ભજવશે.

એડ્સ વિશે જાણવા જેવુ

- એડ્સ વાયરસ 'એચઆઈવી' શરીરની જીવિત કોશિકામાં રહે છે. આ બે પ્રકારના હોય છે - એચ આઈવી1 અને એચઆઈવી2 ,

- વાયરસ વ્હાઈટ બ્લડ સેલ્સ પર હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. જેને કારણે રોગપ્રતિરોધક ક્ષમતા ઘટે છે.

- અસુરક્ષિત યૌન સંબંધ એડ્સ સંક્રમણનુ મુખ્ય કારણ હોય છે, સંક્રમિત લોહી અને મા થી બાળકને પણ એડ્સ થાય છે. સંક્રમિત માતાનુ દૂધ પણ બાળકમાં સંક્રમણનુ કારણ બને છે.

- વિષાણુમુક્ત ન કરવાની હાલતમાં સેલૂનમાં વપરાયેલા ઉસ્તરા અને બ્લેડના ઉપયોગથી પણ એડ્સનો ભય.

- સંક્રમણની જાણ કરવા બ્લડ ટેસ્ટ એકમાત્ર ઉપાય. લક્ષણોના આધારે ખાતરી કરવી શક્ય નહી.

- ભારતમાં 5 હજાર ઈંટિગ્રેટેડ કાઉસલિંગ એંડ ટેસ્ટિંગ સેંટર છે. જ્યા ટેસ્ટ કર્યા બાદ અડધો કલાકમાં જ રિપોર્ટ મળી જાય છે.

એચઆઈવીના મુખ્ય કારણ

- અસુરક્ષિત યૌન સંબંધ - 87.4%
- માતા પિતાને કારણે - 5.4%
- સક્રમિત સોયને કારણે 1.6%
- સમલૈંગિકતાને કારણે 1.3 %
- અન્ય કારણોથી 3.3ં

એડ્સના ઉપાયો - હાલમાં ના સમયમાં એડ્સ માટે કોઇ ઉપાય નથી. તથાપિ ઉપચાર ઉપલબ્ધ છે જેના થકી સંક્રમણથી ઉપાય પીડિતો જીવનની ગુણવત્તા સુધારી શકે છે.

વિષાણુ વિરોધી ઉપચાર પધ્ધતિ શરીરમાંની એચ.આય.વી સંક્રમણની પુનરાવૃત્તિને દબાવી દે છે. Retrovir જે જુડોવુડીન અથવા ART નામે ઓળખાય છે, એક વિષાણુ વિરોધી આડતિયાનું કામ કરે છે, જેનો વાપર એડ્સના ઉપાય માટે કરવામાં આવે છે.

વ્યાપાર નામ Invirase ના અંતર્ગત નિર્મિત, Saquinavir હાલમાં જ FDA દ્વારા એડ્સના ઉપાય માટે વાપરવા અનુમોહીત કરવામાં આવ્યુ છે. નવા દવાઓના સમુહમાં આને પહેલી મંજુરી મળી છે જે એડ્સના ઉપાયમાં વપરાતા વિષાણુ વિરોધી કરતા ૧૦ ગણુ અસરકારક છે.